પોતાનો જીવ બચાવતા 200 કિમી ચાલીને દિલ્હીથી હાથરસ પહોંચી 17 વર્ષની છોકરી
12, ઓક્ટોબર 2020

દિલ્હી-

ઉત્તરપ્રદેશના હાથરસમાં એન્ટિ હ્ય્šમન ટ્રાફિકિંગ યુનિટે માનવ તસ્કરીનો મોટો ખુલાસો કર્યો છે. વાત જાણે એમ છે કે દિલ્હીના માનવ તસ્કરોની જાળમાંથી બચીને ભાગી નીકળેલી એક 17 વર્ષીય યુવતી ઉત્તરપ્રદેશના હાથરસ બસ સ્ટેન્ડ પર જાેવા મળતા આ અંગેની સૂચના પોલીસને આપવામાં આવી. આ યુવતીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી કે જ્યાં તેણે કેટલાંક ચોંકાવનારા ખુલાસા કર્યા.

આ યુવતીએ જણાવ્યું કે તે સતત ૩ દિવસ સુધી ચાલતી રહી અને 200 કિલોમીટર દૂર હાથરસ આવી પહોંચી. આ યુવતી મધ્યપ્રદેશની છે અને મધ્યપ્રદેશની કુલ 12 છોકરીઓને કામ અપાવવા માટેની લાલચ આપીને દિલ્હી લઈ જવામાં આવી રહી હતી. જ્યારે આ યુવતીઓને મધ્યપ્રદેશથી દિલ્હી લઈ જવામાં આવી રહી હતી ત્યારે તેઓને કોઈએક શહેરમાં ઘણાં દિવસો સુધી એક રૂમમાં કેદ રાખવામાં આવી. આ યુવતીઓને જમવાનું પણ આપવામાં આવ્યું નહીં, તેવામાં તક મળતા જ આ છોકરીઓ ત્યાંથી ભાગી નીકળી.

હાથરસ પહોંચેલી આ યુવતીની ઉંમર 17 વર્ષ છે અને તે મધ્યપ્રદેશની છે. એક અઠવાડિયા પહેલા તેના ગામની કુલ 12 છોકરીઓને એક શખસે દિલ્હી લઈ જવાનું કહ્યું હતું, પરિવારે પણ સહમતિ આપી હતી કારણકે આ શખસે એવું જણાવ્યું હતું કે આ યુવતીઓને દિલ્હીમાં અમે સીવણનું કામ અપાવીશું. આ યુવતીએ પોલીસને જણાવ્યું કે તે શખસે કોઈ એક શહેરમાં અમને એક રૂમમાં કેદ રાખ્યા, અમને જમવાનું પણ આપ્યું નહીં. આ દરમિયાન તે શખસ પર શંકા જતા યુવતીઓ ત્યાંથી કોઈરીતે ભાગી નીકળી. પોલીસે આ યુવતીઓના પરિવારનો સંપર્ક કર્યો છે અને તે આરોપી શખસને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરી છે. 

જે યુવતી ઉત્તરપ્રદેશના હાથરસના બસ-સ્ટેન્ડ પરથી મળી આવી છે તે સતત 3 દિવસથી ચાલી રહી હતી. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ યુવતીએ કહ્યું કે હું ગરીબ પરિવારમાંથી આવું છું અને પૈસાની અતિશય જરૂર છે. ત્યારે ગામના કેટલાંક લોકોએ એવી સલાહ આપી હતી કે મારા સહિત અન્ય યુવતીઓને થોડા રૂપિયાના બદલે દિલ્હી મોકલવામાં આવે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution