ભુજ-

કચ્છ તેમજ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા આવે છે. જેની તીવ્રતા રીક્ટેલ સ્કેલ પર ખુબ ઓછી નોધાય છે. ત્યારે શુક્રવારે બપોરના દોઢ વાગ્યાના સુમારે કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો આવવા પામ્યો હતો. ત્યારે રીક્ટેલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા વધુ હોવાથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

કચ્છના ભચાઉમાં શુક્રવારે બપોરે 1.35 વાગ્યાના સુમારે અચાનક ભૂકંપનો આંચકો આવવા પામ્યો હતો. રીક્ટેલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 ની નોધાવવા પામી હતી. ભૂકંપની તીવ્રતા વધુ હોઈ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 17 કિલોમીટર દુર નોધાવવા પામ્યું હતું. છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં અનેક નાના મોટા ભૂકંપના આંચકા આવ્યા છે જેથી કચ્છમાં લોકોમાં ફરી મોટો ભૂકંપ આવશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.