વડોદરા, તા.૨ 

શહેરના પંડ્યા બ્રિજ રેલ નગર પાસે ઉંદરનો શિકાર કરનાર સાપને તેમજ સમા-સાવલી રોડ પર એક એપાર્ટમેન્ટના પાર્કિંગ માં કારના બોનેટમાં ધુસી ગયેલી પાટલા ધો ને પ્રાણી પ્રેમી સંસ્થાના કાર્યકરોએ રેસ્કયુ કરીને વન વિભાગને સુપ્રત કરી હતી.

સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને પંડયા હોટેલ બ્રીજ નીચે રેલ નગર ની આગળ છહ્લઝ્ર ગોડાઉન સામે થી રહિશનો કોલ આવ્યો હતો કે અમારી દુકાન પાસે અજગરના બચ્ચાએ ઉંદરનો શિકાર કર્યો છે.જેથી સંસ્થાના કાયૅકર હિતેશ પરમાર સ્થળ પર પહોચી જોયુ તો અજગર નુ બચ્ચુ નહી પણ ર્ષ્ઠદ્બર્દ્બહ જટ્ઠહઙ્ઘ ર્હ્વટ્ઠ બિનઝેરી સાપ હતો જેને ગુજરાતી મા દરઘોઈ કહેવાઈ છે. જેણે ઉંદરનો શિકાર કર્યો હતો. શિકાર પુરો કર્યા પછી રેસ્ક્યુ કરી વન વિભાગના હવાલે કર્યો હતો.

જ્યારે ગુજરાત.એસ.પી.સી.એ.ના રાજ ભાવસાર ને માહિતી મળી હતી કે સમાં સાવલી રોડ પર આવેલ ઓસિશ એપાર્ટમેન્ટના પાર્કિંગમા ફોર વ્હીલ ગાડીના આગળ ના ભાગમાં આવેલ બોનેટમાં ૩.૫ ફૂટ ની લાંબી પાટલા ઘો જતા જોઈ છે.જેથી સંસ્થાના સવ્યં સેવક રીનવ કદમ ત્યાં પહોંચી ગાડી માલિક વૈભવ વ્યાસ પાસે થી ચાવી લઈ ગાડી નું આગળ નું બોનેટ ખોલતા તેમાં એક પાટલા ઘો જોવા મળી હતી. અડધો કલાક ની જહેમત બાદ પાટલા ઘો પકડી વડોદરા વન વિભાગ ને સુપ્રત કરી હતી.