કર્ણાટક

કર્ણાટકના વિજયનગર સ્થિત હોસપેટમાં એક ખાનગી હોસ્પિટલમાં એક માતાએ પગમાં 9 આંગળીઓવાળા બાળકને જન્મ આપ્યો છે. જેણે બધાને હેરાન કરી દીધા છે.આ બાળકના ડાબા પગમાં 9 આંગળીઓ છે જ્યારે જમણા પગમાં સામાન્ય બાળકની જેમ પાંચ આંગળીઓ જ છે.હાલ માતા અને બાળક બન્ને સ્વસ્થ છે. મહિલા હોસપેટ તાલુકાની રહેવાસી છે. આ સંબંધે ડોક્ટર બાલચંદ્રને કહ્યું હતું કેનવ આંગળીઓવાળા બાળકનો જન્મ અત્યંત દુર્લભ છે.


આ ઉપરાંત અમે આ પહેલાથી જાણતા ન હતા તે જન્મ લેનાર બાળકની કેટલી આંગળીઓ હશે. એ જન્મ પછી જ ખબર પડે છે કે બાળકને કેટલી આંગળીઓ છે.