જામનગર, જામનગરના કોન્ટ્રાક્ટર સાથે રૂપિયા ૪૭.૫૦ લાખની છેતરપિંડી થયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. બેંગ્લોર સ્થિત એક પેઢીના કર્મચારીએ ચાઈનાથી કન્ટ્રકશન મશીન ઈમ્પોર્ટ કરી આપવા માટે સમયાંતરે રૂપિયા પડાવી, અંતે મશીન કે રૂપિયા પરત નહી કરી જામનગરના આસામી સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે.જામનગરમાં સુમેર કલબ રોડ પર જય કેબલની સામેં રહેતા અને બાંધકામના ધંધામાં સક્રિય એવા વિનોદભાઈ વાડોદરિયાએ પોતાના ધંધાર્થે ઓટોમેટિક મશીનની જરૂર હોવાથી બેંગ્લોર સ્થિત મેસર્સ સિકોન ઇન્ફ્રાટેક પ્રા.લીમીટેડ નામની કંપનીનો સંપર્ક કર્યો હતો અને કવોટેશન મંગાવ્યું હતું. દરમિયાન આ કંપનીના ડાયરેક્ટર સીબુ પોલે બાંધકામના વ્યવસાય માટે ઓમોટીક ૐડ્ઢડ્ઢ ૨ન્ ૨૦૦છ મશીન માટે એક પત્ર પાઠવી ચાઈનાથી આ મશીન ઈમ્પોર્ટ કરવા અંગે મૂળ કીમત, ઇમ્પોર્ટ ડ્યુટી તથા કસ્ટમ ડ્યુટી સહિત રૂપિયા ૪૭,૫૦,૦૦૦નું એસ્ટીમેટ આપ્યું હતું. પ્રત્યુતર રૂપે જામનગરનાં આસામીએ મશીન ખરીદ કરવાનો ઓર્ડર આપી,અલગ અલગ ચેકથી, અલગ-અલગ સમયે રૂપિયા ૪૭.૫૦ લાખની રકમ મેળવી લીધી હતી. ત્યાર બાદ મશીન સપ્લાય ન કરી અને રૂપિયા પણ પરત ન કરી આરોપી સીબુએ લાખો રૂપિયા પોતાના અંગત ખર્ચમાં વાપરી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું.મોટા કન્ટ્રકશન કામમાં ઉપયોગમાં લેવાતું એચડીડી-૨ એલ ૨૦૦એ ખરીદ કરવાની પ્રાથમિક ઓપચારિકતા પૂર્ણ કરી કોન્ટ્રાકટર વિનોદભાઈએ બેંગ્લોરની કંપનીના ડાયરેક્ટર સીબુને તા. ૨/૩/૨૦૧૯ના રોજ ચાર લાખ રૂપિયા અને ૧૩/૩/૨૦૧૯ના રોજ આઠ લાખ રૂપિયા મળી કુલ ૧૪ લાખ રૂપિયા એડવાન્સ પેટે ચૂકવી દીધા હતા. ૧૪ લાખ ચૂકતે થઇ ગયા પછી કંપની તરફ એમ કહેવામાં આવ્યું હતું કે મશીનનો ઓર્ડર આપી દેવાયો છે.બેંગ્લોરની કંપનીએ ચાઈના સ્થિત કંપનીને મશીન પરચેજનો ઓર્ડર આપ્યા બાદ તેઓના તરફથી ગત તા. ૨૨-૦૧-૨૦૨૦ ના રોજ કહેવામાં આવ્યું હતું કે મશીન તૈયાર થઇ ગયું છે. જેથી આજે તમે રૂપિયા ૧૫ લાખ ચૂકવી આપો, જેને લઈને જામનગરના બિલ્ડરે રૂપિયા ૧૫ લાખ પણ ચૂકવી દીધા હતા. આમ મશીન તૈયાર થવા સુધીમાં ૨૯ લાખની રકમ ચૂકવી દેવામાં હતી.મશીન ખરીદ પ્રક્રિયાને દસ માસના સમય ગાળામાં બેંગ્લોરની પેઢીએ રૂપિયા ૨૯ લાખ લઇ લીધા બાદ તા. ૫/૩/૨૦૨૦ના રોજ બાકી રહેતા રૂપિયા ૨૦.૫૦ લાખ મોકલી આપવા કહ્યું હતું. જેને લઈને વિનોદભાઈએ આ રૂપિયા પણ ચૂકતે કરી એસ્ટીમેટ મુજબની રૂપિયા ૪૭.૫૦ લાખની રકમ મશીન આવે તે પૂર્વે જ ચુકતે કરી દીધી હતી.‘મશીન ચેન્નઈ આવી ગયું છે કોરોનામાં ફસાયું છે’ઓટોમેટીક મશીનના ઓર્ડર બાદ બેંગ્લોરની કંપનીએ મશીનની તમામ લાગત કોસ્ટ વશુલ કરી લીધી હતી.