કોરોના મૃતદેહોના અંતિમસંસ્કાર બાબતે સુરતમાં જૂઓ થયો આવો વિવાદ
12, એપ્રીલ 2021

સુરત-

હાલ ગુજરાતમા સૌથી વધુ કફોડી છે. પરંતુ ગમે તે સમય આવે સુરત હંમેશા મુસીબતોમાંથી ઉભુ થયું છે. પછી તે પ્લેગ હોય કે પછી પૂરની આફત કેમ ન હોય. સુરતીઓ હંમેશા સાહસથી ઉભા થાય છે. પરંતુ હાલ શહેરમાં કોરોનાની સ્થિતિ ગંભીર હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. રાત્રિના સમયે સ્મશાન ગૃહના દ્રશ્યો અલગ જાેવા મળ્યા છે. રાત્રિના સમયે એક સાથે ૨૦ થી વધુ મૃતદેહોનો અગ્નિદાહ કરવામાં આવી રહ્યો છે. તો સાથે સુરતમાં વધી રહેલા કોરોનાથી મોતને કારણે એકસાથે ૨૫ જેટલા મૃતદેહોના અગ્નિદાહ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતમાં કોરોનાથી મૃતદેહોનો ભરાવો થતા તંત્ર હરકતમાં આવ્યું છે. ઉમરા સ્મશાન ભૂમિના ભઠ્ઠી ઘટતા બહાર સ્મશાન ગૃહ શરૂ કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે કોવિડ અને નોન કોવિડ મૃતદેહો સતત આવતા રહે છે. કોરોના મહામારી વચ્ચે મોતના આંકડા સાથે ક્યાંક ને ક્યાંક ખેલ ખેલતો હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. સુરત શહેરમાં કોરોનાની સ્થિતિ કંઈ અલગ છે. ઈન્જેક્શન માટે લોકો આખી રાત હોસ્પિટલની બહાર લાઈનમાં બેઠા હોય છે. લાઈનમાં આવેલા લોકો કોવિડના દર્દીના સગા સબધીઓ છે. આ ઈન્જેક્શન લેવા માટેની લાગેલી લાંબી લાઈન સુરતમાં કોરોના સંક્રમણ વધારી શકે છે. એક ઇન્જેક્શન માટે કલાકો સુધી રઝળી રહ્યા છે. કિરણ હોસ્પિટલની બહાર પણ હાજરોની સંખ્યામાં લોકોની લાઈન લાગી છે. આ લાઈનમાં કોવિડની કોઈ ગાઈડલાઈનનો અમલ થતો નથી. ઈન્જેક્શન લેવા આવતા લોકોમાં ઝડપી સંક્રમણ વધી શકે તેવી શક્યતા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution