વોશિંગ્ટન-

અમેરિકાના રોજગારી માટેના ગ્રીન કાર્ડની દેશ-આધારિત મર્યાદા હટાવવાની જાેગવાઇ ધરાવતા ખરડાને પ્રતિનિધિસભામાં રજૂ કરાયો હતો.અમેરિકામાં જાે આ ખરડો પસાર થયા બાદ કાયદો બને તો તેનો લાભ કાયમી રેસિડન્ટ કાર્ડની રાહ જાેઇ રહેલા આઇટી ક્ષેત્રમાંના ભારતના સેંકડો વ્યાવસાયિકોને થશે. કાૅંગ્રેસનાં મહિલા સભ્ય ઝોય લોફગ્રેન અને કાૅંગ્રેસના સભ્ય જૉન કર્ટીસે આ ખરડો રજૂ કર્યો હતો.

ઇક્વલ ઍક્સેસ ટૂ ગ્રીન કાડ્‌ર્સ ફૉર લીગલ એમ્પ્લૉઇમેન્ટ ઍક્ટ, ૨૦૨૧ને પ્રમુખની સહી માટે વાઇટ હાઉસ મોકલાય તે પહેલાં સેનેટમાંથી પસાર થવો જરૂરી છે. પરમેનન્ટ રેસિડન્ટ કાર્ડને ગ્રીન કાર્ડ પણ કહેવાય છે અને તે ધરાવનારી વ્યક્તિને અમેરિકામાં કાયમી ધોરણે રહેવાની પરવાનગી મળે છે. અમેરિકામાં આઇટી ક્ષેત્રના અનેક ભારતીય નિષ્ણાતો એચ-વનબી વિઝા પર કામ કરી રહ્યા છે. અમેરિકાની હાલની ઇમિગ્રેશન સિસ્ટમમાં ગ્રીન કાર્ડ ફાળવવા માટે દેશ દીઠ સાત ટકાની મર્યાદા રાખવામાં આવી હોવાથી ભારત જેવા મોટી વસતિ ધરાવતા દેશના લોકોને અન્યાય થાય છે. ખરડામાં ફેમિલી-સ્પૉન્સર્ડ વિઝાની દેશ દીઠ મર્યાદા વધારીને ૧૫ ટકા કરવાની જાેગવાઇ છે.