13, નવેમ્બર 2021
મુન્દ્રા તાલુકાના ભદ્રેસ્વર ગામ નજીક આવેલા બાવડી બંદર પાસે માછીમારોની એક બોટમાં અચાનક આગ લાગી હતી. આગના લાગવાની જાણ થતાં નજીક રહેતા માછીમારી વસાહતના લોકોએ બોટ પર પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, આગ વધુ પ્રસરતા બોટ બળીને ખાખ થઈ ગઈ હતી. જેથી બોટ માલિકને મોટું નુકસાન થયું છે.બોટમાં આગ લાગવાની ઘટના ગઈકાલ ગુરુવારના મુન્દ્રાના બાવડી બંદર ખાતે બની હતી.