વડોદરા : શહેરના અલકાપુરી ઓફિસર્સ કોલોનીમાં રહેતા સિવિલ ડિફેન્સમાં ફરજ બજાવતા કર્મચારીનો આજે રહસ્યમય સંજાેગોમાં મોંઢામાંથી ફીણ નીકળેલ હાલતમાં મૃતદેહ મળી આવતાં તેમના મૃતદેહને સયાજીગંજ પોલીસ દ્વારા મોતનું કારણ જાણવા પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પોલીસસૂત્રોએ જણાવ્યું હતું. 

પોલીસ તેમજ માહિતગાર સૂત્રો દ્વારા આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના અલકાપુરી ઓફિસર્સ ક્વાર્ટર્સના બ્લોક-ડીમાં રહેતા સુરેશભાઈ ગનાભાઈ ગામિત (ઉં.વ.પ૭) સિવિલ ડિફેન્સ વિભાગમાં જીએએસ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ છેલ્લાં કેટલાંક સમયથી રહસ્યમય કારણોસર માનસિક ડિપ્રેશનમાં રહેતા હતા અને પંદરેક દિવસથી નોકરી ઉપર પણ આવતા ન હતા. આજે સવારે તેમનો ગાડીનો ડ્રાઈવર વીકી મહાજન સુરેશભાઈ ગામિતને લેવા માટે ગયો હતો, જ્યા ડ્રાઈવરે ઘરનો દરવાજાે ખોલતાં સુરેશભાઈ બેભાન હાલતમાં પલંગ ઉપર પડેલા જાેવા મળ્યા હતા. તેમના મોંઢામાંથી ફીણ નીકળેલું હતું. પ્રાથમિક તબક્કે તેમને ખેંચ આવી હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. આ બનાવની જાણ સયાજીગંજ પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસ બનાવના સ્થળે આવી પહોંચી હતી અને ઘરમાં ઝીણવટપૂર્વક તપાસ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાે કે, છેલ્લાં ૧૫ દિવસથી માનસિક ડિપ્રેશનમાં હોવાનું પોલીસને જાણ થતાં આપઘાતની શક્યતા નકારી શકાય તેમ ન હોઈ, પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે તેમને સારવાર માટે ૧૦૮ દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે સુરેશભાઈ ગામિતને મૃત જાહેર કર્યા હતા. ત્યાર બાદ તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કોલ્ડરૂમમાં લઈ જવાયોહ તો. હાલ તેમના પોસ્ટ મોર્ટમના રિપોર્ટની રાહ જાેવાઈ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણવા મળશે તેમ પોલીસ અમલદારે જણાવ્યું હતું.