અમદાવાદ: 6

અમદાવાદનાં ખોખરા વિસ્તરામાં ગારમેન્ટ કંપનીના ધાબા પર રહેલી પાણીની ટાંકીમાં થી એક મહિલાની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં ખોખરા પી આઈ સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોચી અને તપાસ હાથ ધરી હતી. લાશને પાણીની ટાંકીમાં થી બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવાની પોલીસને ફરજ પડી હતી ઉપરાંત લાશ પાણીમાં ફૂલી અને કોહવાઈ ગઈ હોવાથી ઝાડ કાપવાના સાધનથી પાણીની ટાંકી કાપી અને લાશને બહાર નિકાળવામાં આવી હતી અને પોસમોર્ટમ માટે મોકલવામાં આવી છે.

લાશને જોતાં પ્રાથમિક દ્રસ્ટીએ હત્યા કરી અને આ લાશ પાણીની ટાંકીમાં નાખી દીધી હોય તેવું લાગી રહ્યું છે. ઉપરાંત ઘટનાને અંજામ 2 થી 3 દિવસ પહેલા આપ્યો હોવાનું પણ પોલીસ પ્રાથમિક અનુમાન લગાવી રહી છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળાં અહી એકઠા થયા હતા. જોકે આ મહિલાની ઓળખ થઈ નથી. જેથી ગારમેન્ટ કંપનીના કર્મચારીઓની અને આજુબાજુના સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ એ સઘન તપાસ હાથ ધરી છે. ખોખરા પોલીસે હત્યાનો ગુનો નોધી અને તપાસ હાથ ધરી છે. આ યુવતીની ઉમર આશરે 30વર્ષ જેટલી છે. લાશ કોહવાઈ ગઈ હોવાથી તેની હત્યા કેવી રીતે કરવામાં આવી છે તે પોલીસને પોસમોર્ટમ રિપોર્ટ માં જ ખબર પડશે. મહિલા પાસેથી પોલીસ ને કોઈ પુરાવા હાથ લાગ્યા નથી. પોલીસે આ મહિલાના કાતિલ ને શોધવા અને પૂરવા એકત્રિત કરવા ચક્રોગતિમાન કર્યા છે.