રાજપીપળા, કોરોના કેહેર વચ્ચે લોકો એક બાજુ ટેસ્ટ કરાવવાના તો બીજી બાજુ કોરોના પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવાથી ડરે છે..નર્મદા એસ.ઓ.જી અને એલ.સી.બી એ આવા જ એક બોગસ તબીબની બોગસ ડીગ્રી સાથે ધરપકડ કરી છે. અગાઉ નાંદોદ અને ડેડિયાપાડા તાલુકામાથી ત્રણ બોગસ તબીબો પકડાયા બાદ આજે નાંદોદ તાલુકાના ઓરી ગામેથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે.આમ છેલ્લા ૩-૪ દિવસમાં જ નર્મદા જિલ્લામાંથી ૪ બોગસ તબીબો બોગસ ડીગ્રી સાથે ઝડપાયા છે. નર્મદા જિલ્લા ઈ.ચા.પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી ચૌહાણ સહિત એલ.સી.બી અને એસ.ઓ.જી સ્ટાફે બાતમીના આધારે સિસોદરા પી.એચ.સી ના ઈ.ચા એમ.ઓ ડો.દિવ્યાબેન મહેશભાઇ ખેરને સાથે રાખી ઓરી ગામના શાસ્ત્રીજી ફળિયા ખાતે મૂળ બિહાર છપરાનો બોગસ તબીબ મુલ્કીરાવત મંશીરાવત બિંદને તબીબી ડીગ્રી અને લાયકાતના સર્ટી વગર દવાખાનું ખોલી તબીબી પ્રેક્ટીસ કરતા ઝડપી પાડ્યો હતો.નર્મદા પોલીસે મેડિકલ પ્રેક્ટિસના વિવિધ સાધનો મળી ૧.૪૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવહી હાથ ધરી છે.