ઉમરગામમાં હથિયારની અણીએ બિલ્ડરનુ અપહરણ કરાયુ
25, માર્ચ 2021

વલસાડ

 ઉમરગામ ના એક અગ્રણી બિલ્ડર ની ગત સોમવારે રાત્રે અપહરણ થયા ની ઘટના એ વલસાડ પોલીસ ની ઊંઘ ઉડાવી દીધી છે. ઘટના ની જાણ થતાં જ ડીએસપી ડો.રાજદીપસિંહ ઝાલા સહિત જિલ્લાના ડ્ઢઅજીઁ સહિત ર્જીંય્ અને જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાની આગેવાનીમાં પોલીસે ૧૧ ટીમો બનાવી ટેક્નિકલ એનાલિસિસ અને ખાનગી તથા સરકારી ઝ્રઝ્ર્‌ફ ફુટેજના આધારે તેમજ ખાનગી બતમીદારોની મદદ લઈને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ ત્રણ ત્રણ દિવસ થઈ ગયા બાદ પણ સફળતા નહિ મળતા બિલ્ડર ના પરિવાર જનો માં ચિંતા વ્યાપી છે.પોલીસ સૂત્રો થી મળેલી વિગતો મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામ ના અગ્રણી બિલ્ડર જીતુભાઇ પટેલ સોમવારે રાત્રે લગભગ ૯ઃ૪૦ કલાકે તેમની કારમાં રેલવે સ્ટેશન રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા.તેવો તેમના ઘર થી ૨૦૦ મીટર ની દુરી પર હતા કે ત્યાં ઓચિંતા તેમની કારને સફેદ કલરની ફોર્ચ્યુનર કાર અને હોન્ડા સીટી કારમાં આવેલા બે ડ્રાઇવર સહિત અન્ય ચાર અજાણ્યા ઈસમોએ રોકી જીતુભાઈ પટેલને તેમની ફોર્ચ્યુનર કાર નં. જીજે ૧૫ સીજી ૯૧૧૭ માં જ હથિયારની અણીએ અપહરણ કરી લઈ ગયા હતા. અપહરણના સ્થળે ચાલતી કન્સટ્રકશન સાઇટના સાગર રાજેશ સિંગને આ અંગે જાણ થતાં પરિવારને જાણ કરાઇ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution