01, નવેમ્બર 2023
ભુજ,તા.૧
ભુજ શહેરના ફાયર સ્ટેશન સામે આવેલા ખાનગી કોમ્પલેક્ષ પાસે આજે સવારે કચરાપેટીના કચરામાં કોઈ કારણોસર આગ લાગી ઉઠી હતી. આગની જ્વાળાઓ નજીકમાં જ પાર્ક કરેલી એક કાર સુધી ફેલાઈ હતી, જેના કારણે જાેત જાેતામાં કારની આગળની તરફ પણ આગ ભભુકી ઉઠી હતી. જાેકે પાસે રહેલા ફાયર વિભાગે તુરંત સળગતી કાર ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ફાયર વિભાગની તાકીદની કામગીરીથી કારમાં વધુ નુકસાની થતાં અટકી હતી.
આ અંગે સામે આવેલી વિગતો મુજબ આજે સવારે ભુજ નગરપાલિકા ફાયર સ્ટેશનની સામે કોમપ્લેક્સની બાજુમાં પડેલી એક કચરાની પેટીમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ આગ ઘટનાસ્થળ નજીક ઉભેલી સ્વીફ્ટ કાર નંબર ય્ત્ન ૧૨ છઈ ૮૧૭૭ માં ફેલાઈ હતી. આગની ઘટના ઉપર ભુજ ફાયર વિભાગના કર્મચારીઓનું ધ્યાન જતા તાત્કાલિક કર્મચારીઓ આગ બુજાવવા પહોંચી ગયા હતા અને આગ વધુ ફેલાવતા અટકાવી હતી.