વલસાડ, વલસાડ જિલ્લામાં પુરવઠા અધિકારી ની બેદરકારી ને કારણે ગરીબ આદિવાસીઓ માટે આવતા સસ્તા અનાજ ને કાળાબજારી કરાતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે હવે ગેસ સિલિન્ડર માં પણ ગોબચારી કરી લોકો ને છેતરી લૂંટ ચલાવાય રહ્યા નો મામલો સામે આવ્યો છે આજ સુધી ગેસ એજેનસી સંચાલકો શરૂવાત માં સિલિન્ડર માટે ના ફોર્મ ભર્યા બાદ કેટલાક મહિનાઓ સુધી ગ્રાહકો નો સિલિન્ડર ગપચાવી લાભ મેળવતા હતા પરંતુ હવે તો ગેસ સિલિન્ડર માં ગેસ ની માત્ર ઓછી આવતા લોકોમાં આશ્ચર્ય થઈ રહ્યો છે.

મળેલી વિગતો પ્રમાણે વાપી નજીક આવેલા છીરી ગામના રામનગર વિસ્તારમાં ૪ જેટલા ગેસ સિલિન્ડરમાં ઓછું વજન નીકળતા ગ્રાહકો રોષે ભરાયા હતાં. ગ્રાહકોએ સમગ્ર મામલે જિલ્લા પુરવઠા વિભાગમાં ફરિયાદ કરતા.અધિકારીઓ એ તપાસ ની. ધમધમાટ શરૂ કર્યું હતું વાપી નગર વિસ્તારમાં ૐઁ ગેસ સપ્લાય કરતા કુકવેલ ગેસ એજન્સી દ્વારા ગ્રાહકોએ બુક કરેલા સિલિન્ડરની ડિલિવરી માટે આવેલ ટેમ્પામાં રહેલા સિલિન્ડરમાંથી ૪ સિલિન્ડરનું વજન ચેક કરતા ૧ કિલોથી વધુ વજન ઓછું નીકળ્યું હતું. જેને લઈને ગ્રાહકોમાં રોષ ભભૂક્યો હતો. . કે ગેસ સિલિન્ડર બુક કર્યા બાદ તે એક મહિનો પણ માંડ ચાલતો હતો. જે અંગે આજે ખબર પડી કે સિલિન્ડરમાં ગેસ ઓછો આવતો હતો. એક તો મોંઘવારીએ ગરીબોની કમર તોડી છે. એવામાં ગેસ એજન્સીઓ પણ ગરીબોને ઓછો ગેસ આપી લૂંટ ચલાવે છે.