વોશિગ્ટન-

અમેરિકામાં જાસૂસી કરવાનો ઈરાદો રાખતું ચીન તેની જ જાળમાં ફસાયું છે. તે પણ સાબિત થયું છે કે શી જિનપિંગ અને તેની સૈન્ય ડિપ્લોમેટિક સ્ટેટસનો ઉપયોગ જાસૂસી કરવા માટે કરે છે. શુક્રવાર અને શનિવારે રાત્રે 3 વાગ્યે એફબીઆઇએ સાન ફ્રાન્સિસ્કોમાં ડિપ્લોમેટિક ફેસેલિટીથી તાંગ ઝૂઆન (37)ની ધરપકડ કરી હતી. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ દેશમાં વધુ ત્રણ ચીની જાસૂસોની શોધ કરી રહી છે. દેશની સરહદો પર અધિકારીઓને એલર્ટ રહેવા જણાવાયું છે.

મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, તાંગને ઘણી વાર દેશના વિવિધ કોન્સ્યુલેટ અથવા રાજદ્વારી ફેસેલિટીમાં જતા જાેવામાં આવતા હતા. તાંગ પોતે સોશિયલ મીડિયા પર નહોતી. જાેકે, તેના એક મિત્રે તેનો ફોટો ફેસબુક પર શેર કર્યો છે. તાંગે બેઇજિંગમાં આર્મી લેબમાં કામ કર્યું ત્યારે આ ફોટો બનાવવામાં આવ્યો હતો. એફબીઆઇની શંકાની પુષ્ટિ મળી થઈ. ત્યાર બાદ તાંગ ઉપર દેખરેખ વધારવામાં આવી હતી.