શિકા ગામમાં ગંદકી દૂર કરવા સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી
10, સપ્ટેમ્બર 2020

અરવલ્લી,ધનસુરા : અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિકા ગામે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. બધું તો ઠીક પણ સમગ્ર શિકા પંથકને આરોગ્યની સેવાઓ પુરી પાડતા શિકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રવેશદ્વાર આગળ પણ કાદવ કીચડના મસમોટા ખાબોચિયાં જોવા મળ્યા હતાં. ગ્રામમાં અન્ય જગ્યાની વાત જ શું પુછવી.? ગામમાં ગટરલાઈનનું કામ અધુરું હોવાથી ગંદકીમાં ઉભરાતા પાણીથી વધારો થઈ રહ્યો હતો. ગામના નાગરિકોની વારંવારની રજુઆતો છતાં ગામ પંચાયતના સત્તાધીશોના કાને ગ્રામજનોનો અવાજ પહોંચતો નહોતો. છેલ્લે ગામજનોએ થાકીને મિડીયાને આશરે આવવું પડ્યું હતું. શિકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રવેશદ્વાર આગળ ગંદકીના અહેવાલ મિડિયામાં પ્રસિધ્ધ થતાં શિકા ગ્રામ પંચાયત અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવી જઈ શિકા ગામમાં તાકીદે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution