૧૪ પોલીસકર્મીઓની એકસાથે બદલી કરાતા પોલીસ બેડામાં ખળભળાટ
13, નવેમ્બર 2021

જામનગર,જામનગર શહેર બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરજ બજાવતા આઠ પોલીસકર્મીઓ સહીત જીલ્લાના ૧૪ પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી. આ બદલીમાં સ્થાન પામેલા સીટી બી ડિવિઝનના ચાર પોલીસકર્મીઓની સજારૂપે બદલી કરવામાં આવી હોવાની ચર્ચાઓએ જાેર પકડ્યું છે. આ ચારેય પોલીસકર્મીઓએ ફાયરિંગ પ્રેક્ટીસ પણ બીજા પાસે કરાવી લેતા આ પગલું ભરવામાં આવ્યું હતું, એટલું જ નથી જે પોલીસકર્મીઓએ ભડકા કર્યા એના પણ એજ હાલ થયા છે.જામનગર જિલ્લા પોલીસ વિભાગમાં આંતરિક બદલીઓ કરવામાં આવી હતી. જેમાં કાલાવડ ગ્રામ્યમાંથી ગીતાબેન હરદાસભાઈ ગોજીયા, પંકજ ખીમાભાઈ વાઘેલા, જીતેન્દ્ર ખુમાનસિંહ જાડેજા, કાલાવડ શહેરમાંથી મયુર જયેન્દ્રસિંહ જાડેજાની સિટી બી ડિવિઝનમાં બદલી કરવામાં આવી હતી. જ્યારે જામજાેધપુરથી ક્રિપાલ પ્રતાપસિંહ સોઢા અને ધર્મેન્દ્ર નટુભા જાડેજાને પણ સિટી-બી ડિવિઝનમાં મૂકવામાં આવ્યા હતા.બીજી તરફ સિટી બી ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા આઠ પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં રવિન્દ્ર મહાવીરસિંહ જાડેજા, ક્રિપાલ ચંદ્રસિંહ જાડેજા, અર્જુન રામદેવસિંગ જાડેજા અને દેવસુર મીરાભાઈ સાગઠિયાની ધ્રોલ, ફૈઝલ મામદભાઈ ચાવડા અને શોભરાજ ગુમાનસિંહ જાડેજાની કાલાવડ ગ્રામ્ય, ભગીરથ નરેન્દ્રસિંહ જાડેજાની જામજાેધપુર અને વિરેન્દ્ર સુરૂભા ઝાલાની કાલાવડ ગ્રામ્યમાં બદલી કરવામાં આવી હતી.બદલી પાછળનું કારણ ભલે ખાતાકીય સરળતા બતાવવામાં આવી રહ્યું હોય, પણ આ બદલી સિટી બી ડિવિઝન પોલીસકર્મીઓના ‘ફાયરિંગ કાંડ’ને લઈને થઈ હોવાની ચર્ચાઓ પોલીસ બેડામાં તેજ બની છે. દર વર્ષે દરેક પોલીસકર્મીઓને ફરજીયાત ફાયરિંગ પ્રેક્ટીસ કરવાની હોય છે, પણ આઠ પૈકીના ચાર પોલીસકર્મીઓએ વિજરખી ખાતે હાજરી પુરાવી ન હતી. જ્યારે તેમની જગ્યાએ અન્ય ચાર પોલીસકર્મીઓએ ફાયરિંગ કરી નાખ્યું હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. આ વાત જીલ્લા પોલીસ વડા સુધી પહોંચી જતા આઠેયની એકસાથે બદલી કરી નખાઇ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution