લાલ કિલ્લા પર ઉપદ્રવનું કાવતરૂ પહેલાથી ઘડાઈ ગયું હતું, SITએ કર્યો ઘટસ્ફોટ
06, ફેબ્રુઆરી 2021

નવી દિલ્હી

26 જાન્યુઆએ દિલ્લીમાં અને લાલ કિલ્લા પર ઉપદ્રવનું કાવતરૂ પહેલાથી ઘડાઈ ગયું હતું. આ ખુલાસો દિલ્લી ક્રાઇમ બ્રાન્ચની SITની ટીમે કર્યો છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ઉપદ્રવીઓને લાલ કિલ્લા અને આઇટીઓ પર પહોંચવાની સૂચના અપાઇ હતી. જેનો હેતુ ભીડમાં રહીને ઉપદ્રવની શરૂઆત કરવાનો અને આંદોલનકારીને પણ તેમાં સામેલ કરવાનો હતો.

પોલીસ સૂત્રએ આપેલી જાણકારી મુજબ ઉપદ્રવીમાં ઇકબાલ સિંહની ભૂમિકા મુખ્ય હતી. તેમણે ભીડ એકઠી કરીને લાહોર ગેટ તોડવા અને લાલ કિલાની પ્રાચીર પર ધર્મનો ઝંડો ફરકાવવા માટે ભીડને ઉશ્કેરી હતી પોલીસે મોસ્ટ વોન્ટેડ આરોપી ઇકબાલ સિંહ પર 50 હજારનું ઇનામ પણ જાહેર કર્યુ છે.

સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ વીડિયોમાં જોવા મળે છે કે, ઇકબાલ સિંહે ભીડને ઉશ્કેરી રહ્યો છે. ઇકબાલ સાથે અન્ય લોકો પણ સામેલ હતા, જે ભીડને ઉશ્કેરવાની કામ કરતા હતા. આ મામલે અત્યાર સુધીમાં દિલ્લી પોલીસે 124થી વધુ લોકોની ધરપકડ કરી છે. જ્યારે 44 FIR નોંધાઈ છે. 44માંથી 14 કેસની તપાસ SIT કરી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution