અમદાવાદ-

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આજે અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શાહીબાગ ખાતે પ્રિતમ પૂરા ગુજરાતી શાળા નંબર 3માં આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં અન્ન વિતરણ કાર્યકર્મ યોજવામાં આવ્યો હતો. સરકારના 7 ઓગસ્ટે 5 વર્ષ પૂર્ણ થાય છે તેની ઉજવણીમાં આ કાર્યકર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજી સરકારના 25 અને વિજય રૂપાણી સરકારના 5વર્ષ પૂર્ણ થયા પર સેવાકાર્યો કરીને ઉજવણી કરવામાં આવી રહી છે.

આ કાર્યકર્મમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઓફલાઇન વર્ગો ક્યારે શરૂ કરવામાં આવશે તેના જવાબમાં કહ્યું હતું કે 9 તારીખનાં રોજ સી,એમની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળશે જેમાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવા કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે ત્યારબાદ તબક્કાવાર શરૂ કરવામાં આવશે શાળાઓ. હાલમાં ધોરણ 9 થી 12 એસ ઑ પીના પાલન સાથે શાળાઓ શરૂ થઈ છે. આગામી સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત વાલીઓએ 50 ટકા ફી માફી માટેની રજૂઆત કરી છે ત્યારે ભૂપેન્દ્રસિંહ એ કહ્યું હતું કે અત્યારે 25 ટકા રાહત આપી છે. 50 ટકા પર વિચાર કરવામાં આવશે. વધુમાં તેમને જણાવ્યુ હતું કે જ્ઞાનકુંજ વર્ગો શરૂ કર્યા છે અને સ્માર્ટ શાળાઓ પણ શરૂ કરવામાં આવી છે. ધીરે ધીરે શિક્ષણનો વ્યાપ ટેકનૉલોજિ આધારે થઈ રહ્યો છે. હવે સરકારી શાળાઓમાં પણ લોકો એડમિશન માટે આવી રહ્યા છે વાલીઓ લાઈનો લગાવી રહ્યા છે. એટ્લે સરકારી શિક્ષણ પણ હવે ખાનગી ને ટક્કર આપે એવું છે.