મહારાષ્ટ્ર-

આ વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન મહારાષ્ટ્રના પુણેમાં દગડુ શેઠ હલવાઈ ગણપતિને એક ભક્ત દ્વારા ૧૦ કિલો સોનાથી બનેલો મુગટ આપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ ભક્તે પોતાનું નામ પણ ગુપ્ત રાખ્યું છે. દગડુ શેઠ હલવાઈ ગણપતિ મંડળના ટ્રસ્ટી મહેશ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે પુણે શહેરના એક ઉદ્યોગપતિએ સોનાનો મુગટ અર્પણ તરીકે આપ્યો છે.


આ મુગટની વિશેષતા એ છે કે તેના પર ખૂબ જ સુંદર કામ કરવામાં આવ્યું છે અને આ કારીગરીમાં ભગવાન શંકર અને માતા પાર્વતીની તસવીર બનાવવામાં આવી છે. આ ઉદ્યોગપતિએ પોતાનું નામ ગુપ્ત રાખવાનું કહ્યું છે, તેથી મંદિરના ટ્રસ્ટીએ આ સેવાભાવી ભક્તનું નામ જાહેર કર્યું નથી. તાજની કિંમત માત્ર ૫ કરોડ રૂપિયા છે.

મંદિરના ટ્રસ્ટીએ તાજના વજન સિવાયની માહિતી આપવી યોગ્ય ન ગણ્યું. બજાર કિંમત અનુસાર આ ૧૦ કિલો સોનાના મુગટની કિંમત આજની તારીખમાં લગભગ પાંચ કરોડ રૂપિયા છે. એકલા સોનાની કિંમત લગભગ ૪ કરોડ છે અને કારીગરીની કિંમત ૮૦ લાખ છે.