હાલોલ, પંચમહાલ જીલ્લાના યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેર ગામ ખાતે આવેલ પીવાના પાણીની ટાંકી જુની થઈ ગયેલ હોવાથી ભારે જર્જરીત થઈ જતાં, પંચાયત દ્વારા તેને ઉતારી લેવામાં આવેલ હતી, જ્યાં નવીન પાણીની ટાંકી અંદાજે ૪૫ લાખ રૂપિયા ઉપરાંતનો ખર્ચ કરી નિર્માણ કરવામાં આવનાર હોવાથી, ગુરૂવારના રોજ રાજ્યના મંત્રી ને હાલોલ તાલુકાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર ના હસ્તે શાસ્ત્રોક્ત વિધીસર ખાતમુહુર્ત કરવામાં આવેલ હતું. જે કાર્યક્રમમાં ચાંપાનેર પંચાયતના સદસ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તેની તકેદારી રાખવામાં આવેલ હતી. 

પ્રાપ્ત થયેલ માહિતી મુજબ હાલોલ તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેર ગામ ખાતે વર્ષો પૂર્વે બનાવવામાં આવેલ પીવાના પાણીની ટાંકી જર્જરીત થઈ જતાં, પંચાયત દ્વારા તેને ઉતારી લેવામાં આવેલ હતી. જ્યાં નવીન પીવાના પાણીની ૩.૦૦ લાખ લીટરની ક્ષમતા વાળી ૧૨ મીટર ઉંચી ટાંકી અંદાજે ૪૫ લાખ રૂપિયાનો ખર્ચ કરી નિર્માણ થનાર હોઈ, ગુરૂવારના રોજ રાજ્યના મંત્રી ને હાલોલ તાલુકાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે શાસ્ત્રોક્ત વિધીસર ખાતમુહુર્ત કરવામાં આવેલ હતું, જેમાં ચાંપાનેર પંચાયતના સદસ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તેની તકેદારી રાખવામાં આવેલ હતી. તેમજ ટાંકી સાથે જાેડવામાં આવનાર પાઈપલાઈન પણ નવી કરવામાં આવનાર હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવેલ હતું.