દાહોદ, ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર દાહોદ તાલુકાના કતવારા ગામ નજીક રોડ પર દહેજ થી ઉજ્જૈૈન જઈ રહેલા એલપીજી ગેસ ભરેલા ટેન્કરના કેબિનમાં અકસ્માતે આગ લાગી જતાં ઘટનાની જાણ થતા કતવારા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી સમય સુચકતા વાપરી એક તરફનો હાઇવે રોડ બંધ કરી ઘટનાસ્થળે એકત્રિત થયેલા લોકોને ત્યાંથી ખસેડી ફાયર સ્ટેશનને આજ અંગેની જાણ કરતા તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવેલ ફાયર બ્રિગેડના લાશ્કરોએ પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી આગ ઓલવી નાખી ઘટનારી ભયાનક ઘટનાને ઘટતી રોકી લેતા સૌએ હાશકારો લીધો હતો.પ્રાપ્ત વિગત અનુસાર જીજે.૧૨.એટી.૭૨૨૫ નંબરના ટેન્કરમાં દહેજ થી એલપીજી ગેસ ભરી ઉજ્જૈન જવા નીકળ્યું હતું અને ટેન્કર દાહોદ થી પસાર થઇ અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે પર આગળ વધ્યું હતું. તે દરમિયાન આજે સવારે અગિયારેક વાગ્યાના સુમારે કતવારા ગામ નજીક એલપીજી ગેસ ભરેલું ટેન્કરની કેબીનમાં અકસ્માતે આગ લાગી જતા તેનો ચાલક અને કલીનર કેબિનમાંથી ટેન્કર બંધ કરી નીચે ઉતરી ગયા હતા. ટેન્કરના કેબિનમાં આગ લાગતિ નજરે પડતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તે સમયે ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે દોડી આવેલ કતવારા પોલીસે આ અંગેની જાણ દાહોદ ફાયર સ્ટેશનને કરી ઘટનાસ્થળે એકત્રિત થયેલ લોકોને ત્યાંથી ખસેડી સમય સુચકતા વાપરી પોલીસે એક તરફનો હાઇવે બંધ કરી પોલીસ ગોઠવી દીધી હતી. ફાયરબ્રિગેડના લાશ્કરોએ પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમતએ આગ પર કાબુ મેળવી હતી.