ભુજના માધાપર હાઇવે આમલેટની હંગામી દુકાનમાં મધરાતે આગ લાગી
14, ફેબ્રુઆરી 2023

ભુજ,તા.૧૪

ભુજ પાસેના માધાપરમાં ગત મધ્યરાત્રિએ એક અમલેટની હંગામી દુકાનમાં આગ લાગી ઉઠતા વિવિધ તંત્રમાં ભાગદોડ મચી ગઇ હતી. શહેરના જુના રેલવે સ્ટેશન રોડ પાસેની શક્તિ હોટેલ નજીક આગની આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દ્વારા તુરંત ઘટનાસ્થળે પહોંચી ફાયર ફાઇટરની મદદ વડે આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો હતો. આગના પગલે ફાયર સાથે પોલીસ અને હોમગાર્ડ યુનિટ સહિતના તંત્ર આગ બુઝાવની કામગીરીમાં વ્યસ્ત બન્યા હતા. જાેકે આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ભુજ શહેર પાસેના માધાપર હાઇવે પર આવેલી શક્તિ હોટલની સામે ગત રાત્રિના ૧.૪૫ વાગ્યાના અરસામાં એક આમલેટની હંગામી દુકાનમાં કોઈ કારણોસર આગ લાગી ઉઠી હતી. આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતા ફાયરટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. દરમિયાન આગના સ્થળ રહેલી વિજ ડીપીને વિજ વિભાગને જાણ કરી વિજલાઈન બંધ કરવામાં આવી હતી. રાત્રિનો સમય હોવાથી જાનહાની ટડી હતી, જાેકે કેબિન સહિતની સામગ્રી આગમાં બળીને ખાક થઈ ગઈ હતી.

આ કામગીરીમાં ફાયરના મહમદભાઈ જત અને સ્ટાફના લોકો જાેડાયા હતા, તો પોલીસની એક નંબર મોબાઈલ તથા ભુજ શહેર હોમગાર્ડસના કમાન્ડિંગ ઓફિસર વારીશ પટણી તથા ગૌરંગ જાેશી. અમન દનીચા, મુસ્તાક પઢીયાર, ફારૂક સમા સહિતના હોમગાર્ડ જવાનો પણ બનાવ સ્થળ પહોંચી આગ બુઝાવની કામગીરીમાં મદદરૂપ બન્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution