દિલ્હી-

ફ્લોરિડાના મિયામીમાં સમુદ્રની પાસે બનેલી એક 12 માળની શૈમ્પ્લેન ટાવર્સ નામની બિલ્ડિંગ અચાનક ઢળી પડી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધી એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 99 લોકોનો કોઇ પત્તો મળ્યો નથી. રેક્સ્યૂ ટીમે અત્યાર સુધી 102 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ગુમ લોકોમાં એક ગુજરાતી પરિવારની પટેલની ફેમિલી ફ્રેંડના અનુસાર ભાવના અત્યારે પ્રેગ્નેંટ છે. બચાવ દળ ગુમ લોકોને શોધવા માટે સોનાર ટેક્નોલોજી અને ડોગ-સ્ક્વોડની મદદ લઇ રહ્યા છે. મિયામી-ડેનાના પોલીસ ડાયરેક્ટર ફ્રેંડી રેમિરેઝએ જણાવ્યું કે તેમની ટીમ રેસ્ક્યૂ એન્ડ સર્ચ મોડ પર કામ કરી રહી છે. ટીમના સતત પ્રયત્નો ચાલુ છે. કાટમાળ નીચે અવાજ સંભળાઇ રહ્યા છે.