15, જુલાઈ 2021
વડોદરા. શહેરમાં દિવસ દરમિયાન વાદળિયા માહોલ વચ્ચે ઉકળાટ અનુભવાયા બાદ સમી સાંજે ઓફિસ છૂટવાના સમયે કડાકા-ભડાકા સાથે વરસાદ થતાં લોકો અટવાઈ ગયા હતા. જાે કે, ગણતરીનો સમય ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ વરસાદ રોકાઈ ગયો હતો. વરસાદથી ઠંડક થતાં લોકોએ રાહત અનુભવી હતી.