26, જુલાઈ 2021
મોડાસા
અરવલ્લી જિલ્લાના મોડાસા ગોધરા રોડ પર ફરેડી ગામમાં એક ઓરડીમાં તીન પત્તિના જુગાર ધામમાં 9 જુગારી પકડાયા. જેમાં શહેરના નામાંકિત અને માલેતુજાર પરિવારમાંથી હતા.
મોડાસા રૂરલ પોલિસે ગુનો નોંધી 1190350 ના મુદ્દામાલ જપ્ત કર્યો. જેમાં ચાર મોંઘીદાટ કાર મોબાઈલ અને રોકડ 56650/-રૂપિયા સાથે જપ્તની કાર્યવાહી કરી ફરેડી ગામની સીમમાં એક ઓરડીમાં 9 શકુનિઓ માલેતુજારના દીકરાઓ બિલ્ડરો, સરકારી અધિકારીઓ અને વેપારીઓ તીન પત્તિના જુગાર રમતા હતા, ત્યારે મોડાસા રૂરલ ઈન્ચાર્જ પી આઈ એન જી ગોહિલને લાઈવ લોકેશનની બાતમી મળતાં ઘટના સ્થળે પહોંચીને હાઇ પ્રોફાઇલ 9 જુગારીઓને ગ્રામ્ય પૉલિસે ઝડપી પાડ્યા હતા.
ચાર જેટલી મોંઘીદાટ કારમાં તમામ જુગારીઓને ગ્રામ્ય પોલિસ મથકે લવાયા હતા.
1 મનીષ શકરલાલ ભાવસાર 5 વલ્લભ ટેર્નામેન્ટ મોડાસા
2 યોગેશભાઈ પ્રવીણભાઈ પંચાલ રહેવાસી સાકરીયા તાલુકો મોડાસા
3, રાજેશભાઈ મોહનભાઈ પટેલ રહેવાસી સાકરીયા તાલુકો મોડાસા,
4, ભાવેશભાઈ પુજલાલ ભાવસાર રહેવાસી શુભ ડિવાઇસ મોડાસા
5,જીગરભાઈ મોહનભાઇ પ્રજાપતિ રહેવાસી પ્રમુખધામ સોસાયટી મોડાસા
6, કમલેશભાઈ અમરતભાઈ પટેલ ઓમનગર સોસાયટી મોડાસા
7 કેતનભાઈ ધીરેનભાઈ પ્રજાપતિ રત્નદીપ સોસાયટી મોડાસા
8, આનકુમાર હસમુખભાઈ પટેલ મઝુમનાગર સોસાયટી મોડાસા સરકારી નોકરી સિંચાઈ વિભાગ મોડાસા
9, હિમેશકુમાર મોહનભાઇ પટેલ વિદ્યાકુંજ સોસાયટી મોડાસા
આ તમામની પાસે થી 1190350 નો કુલ મુદ્દામાલ સાથે મોડાસા ગ્રામ્ય પોલીસે પકડ્યા શહેરમાં હાહાકાર મચી ગયો