રવિવારે યોજાયેલ વડોદરા જિલ્લાના આઠ તાલુકાની ૨૬૦ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૮૩ ટકા મતદાન થયા બાદ આજે તાલુકા મથકે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સવારથી જ હાથ ધરાયેલ મતગણતરી મોડી રાત સુધી ચાલી હતી. મતગણતરી દરમ્યાન મતગણના સ્થળની બહાર ઉમેદવારોના સમર્થકો તેમજ ગ્રામજનોના ટોળેટોળાં ઉમટયા હતા. અનેક સ્થળે પોલીસને બેરીકેટીંગ કરવાની ફરજ પડી હતી.