કોડીનારના આલીદર ગામે વીજ કરંટ લાગતા સિંહણનું મોત થયું
17, નવેમ્બર 2022

ગીર સોમનાથ, ગીર સોમનાથના કોડીનારના આલીદર ગામે વીજ કરંટ લાગતા સિંહણનું મોત થયુ હતું. વીજ ટ્રાન્સફોર્મર માંથી ગેરકાયદે લાંબી વીજલાઈન ખેંચીને પાવર ચોરી કરતા વાયરને અડી જતાં સિંહણનું મોત થયુ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતું. રાત્રી દરમ્યાન સિંહણ ને વિજકંરટ લાગતા મોત થયુહોવાનું પ્રાથમિક તપાસમા ખુલ્યુ હતું. મૃતક સિંહણના અગ્નિ સંસ્કાર કરી નાખી સમગ્ર બનાવ ઉપર ઢાંકપિછી કરવાનો પ્રયાસ થયો હોવાનો આરોપ લગાવાઇ રહ્યો છે. આ સમગ્ર મામલે વન વિભાગે સઘન તપાસ કરી શરૂ કરી તપાસ શરુ કરી હતી. જેને કારણે ગામમાં પણ સોંપો પડી ગયો હતો. સિંહણના મોતના પગલે હવે વન વિભાગ તલસ્પર્શી તપાસ કરી રહ્યું છે જેને કારણે આવુ કૃત્ય કરનારાઓમા ફફડાટ ફેલાઇ ગયો હતો. વન વિભાગે અને ડોગ સ્કોડ અને એફ.એસ.એલ.ની લીધી મદદ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution