શહેરા

સરકારે ચાઇનીઝ દોરી વાપરવા પર પ્રતિબંધ મુક્યો છે. છતાં તેને વાપરનારાં જાેવા મળી રહ્યા છે. શહેરામાં પણ ચાઇનીઝ દોરીનું વેચાણ ન થાય તે માટે તંત્ર એલર્ટ હોય છે. શહેરામાં ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં મામલતદાર, સેનેટરી ઈન્સપેક્ટર અને પોલીસ દ્વારા કરાયું ચેકીંગ હતું. બસ સ્ટેશન વિસ્તારમાં એક દુકાનદાર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઝડપાયો હતો. પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની માહિતીના આધારે મામલતદાર મેહુલ ભરવાડ, નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેકટર જીતેન્દ્ર રાઠોડ અને શહેરા પોલીસ દ્વારા પતંગ-દોરીનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવતા બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક દુકાનદાર ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો ઝડપાયો હતો,જેને લઈને ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે જાહેર રસ્તા પર મુકેલ સામાન પણ પાલિકા તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.