અમદાવાદ-

શહેરમાં શુક્રવારના રોજ વડા પ્રધાન મોદી આવનાર છે, ત્યારે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. કારંજ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે નસિરખાન પઠાણ ઉર્ફે નાસીર બલ્લીની અટકાયત કરી હતી. તપાસ કરતા તેની પાસેથી એક રિવોલ્વર અને સાત જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આરોપીની અટકાયત બાદ તેને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેની અન્ય માથાભારે શખ્સો સાથે પણ સંડોવણી છે અને અગાઉ 6થી વધુ ગુના પણ નોધાયેલા છે. હાલ પોલીસે આરોપીના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને VIP મૂવમેન્ટ પહેલા શા માટે હથિયાર લઈને આવ્યો અને જોકે હથિયાર આપ્યું તે અંગે પૂછપરછ અને તપાસ શરૂ કરી છે.