ગાંધીનગર-

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે 29 સપ્ટેમ્બરે કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠક યોજાશે તેમાં પેટાચૂંટણી અંગે વિચારણા કરવામાં આવશે. કોરોના કાળને ધ્યાને રાખીને પંચે મતદારોની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. જેમાં મતદાન મથકોએ મતદારો માટે હેન્ડ સેનિટાઈઝેશનની વ્યવસ્થા કરાઈ છે. તો મતદાન મથકો પૈકી મોટાભાગના મતદાન મથકો ભોયતળીયે જ રખાશે. બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી ત્રણ તબક્કામાં યોજવાની કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરી છે. . પ્રથમ તબક્કામાં 71 બેઠક, બીજા તબક્કામાં 94 બેઠક અને ત્રીજા તબક્કામાં 78 બેઠકની ચૂંટણી યોજાશે. 

પહેલા તબક્કાની ચૂંટણી 28 ઓક્ટોબરે યોજાશે. તો બીજા તબક્કાની ચૂંટણી 3 નવેમ્બરે અને ત્રીજા તબક્કાની ચૂંટણી 7 નવેમ્બરે યોજાશે. બિહાર વિધાનસભાની ચૂંટણીનુ પરિણામ 10મી નવેમ્બરે જાહેર કરાશે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી યોજવા અંગે 29મી સપ્ટેમ્બરે કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠક યોજાશે.