અરવલ્લી : અરવલ્લી કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રિત જિલ્લા આયોજન તેમજ આપનો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો એટીવીટી યોજના હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯ ૨૦૧૯-૨૦ તેમજ ૨૦૨૦-૨૧ મંજૂર કરવામાં આવેલા કામો સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ એટીવીટી ની મુદત પૂર્ણ થયેલ છે તેવી પાછલા વર્ષોની બાકી બચત ગ્રાન્ટ સત્વરે સરકારમાં જમાં કરાવવા ઉપસ્થિત મોડાસા અને બાયડ પ્રાંત અધિકારીને જણાવ્યું હતું. વધુમાં જેતે વર્ષે મંજૂર કરવામાં આવતા કામો ગુણવત્તાસભર રીતે જે તે વર્ષમાં જ પૂરા કરવા ઉપસ્થિત તમામ તાલુકા વિકાસ અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લા કલેકટર દ્વારા તમામ યોજનાઓમાં રીયલ ટાઈમ ઓનલાઈન એન્ટ્રી સામાન્ય વહીવટ વિભાગના ર્ૈદ્ઘટ્ઠહ૪ॅઙ્મટ્ઠહહૈહખ્ત ર્જીકંુટ્ઠિી માં કરવા ઉપસ્થિત તમામ પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી ઓ ને સૂચના આપવામાં આવી હતી અને સમયસર સરકારની યોજનાઓનો લાભ પ્રજાને મળી રહે તે જોવા જણાવ્યું હતું.