રાજકોટમાં ગાયે શિંગડે ભેરવતાં આધેડનું મોત
17, નવેમ્બર 2022

રાજકોટ, રાજકોટના ગોપાલ ચોક નજીક તાજેતરમાં રસિકલાલ ઠકરાર નામના વૃદ્ધ ચાલીને જતા હતા. આ સમયે કાળા કલરની એક ગાયે અચાનક રસિકલાલને ઢીંકે ચડાવી બાનમાં લીધા હતા. રસિકલાલ જમીન પર પટકાતાં ગાયે શીંગડાં અને પગ વડે રસિકલાલને ૩ મિનિટ સુધી સતત રગદોળ્યા હતા, આથી તેમને ગંભીર ઇજા પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટનાને લઈ રસિકલાલના પુત્ર વૈભવે ગાયના માલિક વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાજકોટમાં રખડતા ઢોરે ભોગ લીધાનો પ્રથમ ગુનો નોંધાયો છે. રસિકલાલના પુત્ર રાકેશે જણાવ્યું હતું કે જાે કાર્યવાહી નહીં થાય તો શનિવારથી અન્નનો ત્યાગ કરી મ્યુનિ. કમિશનર ઓફિસે બેસી જઈશ.

વૈભવ ઠકરારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગાયના માલિક વિરુદ્ધ ૈંઁઝ્ર કલમ ૨૮૯ તથા જી.પી. એક્ટની કલમ ૯૦ (એ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવીમાં દેખાય છે કે રસિકલાલ ચાલીને જાય છે ત્યારે બાજુમાં ઊભી એક કાળા રંગની ગાય દોડીને રસિકલાલ તરફ આવે છે, આથી રસિકલાલ બચવા માટે દોડે છે અને પાછળ ગાય પણ દોડી રહી છે. બાદમાં રસિકલાલ જમીન પર પટકાઇ છે ત્યારે ગાય તેને પહેલા ઢીંક મારે છે, બાદમાં તેમની પર ચારેય પગથી હુમલો કરવા લાગે છે. તેમના માથા પર વધુ હુમલો કરતા તેઓ બેભાન થઈ ગયા હોવાનું જાેવા મળે છે. લોકો રસિકલાલને બચાવવા આવે છે, પરંતુ ભૂરાઇ થયેલી ગાયના ડરથી તેઓ તેમની પાસે જઇ શકતા નથી. ગાય હડકાઇ થઈ હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. શહેરમાં રસ્તે રઝળતાં પશુઓને કારણે અગાઉ અનેક જીવલેણ અકસ્માતો બન્યા છે તેમજ ગાય સહિતનાં પશુઓની ઢીંકથી મૃત્યુના કિસ્સા પણ બન્યા છે. આમ છતાં રસ્તે રઝળતાં પશુઓને ડબ્બે પૂરવામાં નિષ્ફળ ગયેલા મહાનગરપાલિકા તંત્રની લાપરવાહીને કારણે વધુ એક વ્યક્તિની જિંદગીનો અંત આવી ગયો હતો. સાધુવાસવાણી રોડ પર દૂધ લેવા નીકળેલા વેપારી રસિકલાલને ગાયે ઢીંક મારતાં ગંભીર રીતે ઘવાતાં મોત નીપજ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution