ભરૂચ, આ ફેરી મુસાફરો માટે ખૂબ જ આરામદાયક તેમજ ઓછા સમયમાં વધારે અંતર કાપવાની ક્ષમતા ધરાવશે. સંપૂર્ણ એે.સી.બેઠક વ્યવસ્થા સાથે આ ફેરી ફકત ર કલાકમાં ઘોઘાથી દહેજ વચ્ચેનું અંતર કાપી શકશે. જે રોડ મુસાફરી દ્વારા લગભગ સાત આઠ કલાક જેગલો સમય લાગતો હોય છે. આ ઉપરાંત મુસાફરોને સુવિધા રહે તે માટે ઘોઘા અને દહેજની આસપાસના વિસ્તારોમાં બસ ડ્રોપ અને પીકઅપ સુવિધા પણ રાખવામાં આવેલ છે. આ ફેરી દરરોજ દહેજથી સવારે ૧૦ કલાકે તેમજ ઘોઘાથી બપોરે ૩.૩૦ કલાકે પ્રસ્થાન કરશે. અંકલેશ્વર-દહેજથી પીકઅપ માટેના સ્થળો રહેશે વાલિયા ચોકડી, ઝાડેશ્વર ચોકડી, નર્મદા ચોકડી, એબીસી સર્કલ, શ્રવણ ચોકડી, દહેજ રોપેક્સ ટર્મિનલ અને ઘોઘા-ભાવનગરથી પીકઅપ માટેના સ્થળો રહેશે. નિલમબાગ, જેલ સર્કલ, કાલિયાબીડ, પાણીની ટાંકી, સંસ્કારમંડળ, શિવાજી સર્કલ, ઘોઘા ફેરી ટર્મિનલ આ ફેરીના કોન્ટ્રાક્ટર એગ્રિયાસી ઈગલ લિમિટેડ છે. ફેરીનું એકતરફી જવાનું ભાડું પુખ્ય વય માટે ૩૫૦ રૂપિયા અને ૧૨ વર્ષથી નાના બાળકો માટે ૨૫૦ રૂપિયા નક્કી કરવામાં આવેલ છે.