મોડાસા-

અરવલ્લી જીલ્લામાં નવનિયુક્ત એસપી સંજય ખરાતના આગમન પછી જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડધામ કરી બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોએ હવે વિદેશી દારૂ ઘુસાડવા સરકારી એસટી બસ અને ખાનગી લકઝરી બસમાં મુસાફરના સ્વાંગમાં ખેપિયાઓ મારફતે વિદેશી દારૂ ઠાલવવા પ્રયત્નશીલ બન્યા છે. ત્યારે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીકથી મીની લકઝરી માંથી સીટની નીચે સંતાડી રાખેલા 1.43 લાખના દારૂ સાથે બે શખ્શોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી મુજબ મીની લકઝરીમાં સંતાડેલ દારૂનો જથ્થો નાના ચિલોડા નજીક રિંગરોડ પર બુટલેગર પાસે પહોંચે તે પહેલા શામળાજી પોલીસે બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવ્યું હતું. શામળાજી  ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાનમાંથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં બુટલેગરોની વિદેશી દારૂ ઘુસાડવાની નવી મોડસ ઓપરેન્ડીશનો પર્દાફાશ થયો હતો રાજસ્થાન તરફથી આવી રહેલ ટેમ્પો ટ્રાવેલર અટકાવી તલાસી લેતા મીની લકઝરી બસની સીટની નીચે સંતાડી રાખેલ રાજસ્થાની બનાવટની મદીરા ના પાઉચ નંગ 2874 1,43,700 નો જથ્થો જપ્ત કરી ટ્રાવેલર ચાલક મહેશ પ્યારચંદ્ર ભાટ અને સોનુકુમાર હરીશકુમાર ખટવાણીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ટેમ્પો ટ્રાવેલર,દારૂ સહીત 555200 નો મુદ્દામાલ જપ્ત કરી લકઝરી બસમાં વિદેશી દારૂ ભરી આપનાર ઉદેપુરના ગારિયાવાસની પાછળ રહેતા કિશનજી આહીર નામના બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.