અંબાજી,તા.૧૮  

કોરોના વાયરસની વચ્ચે અવનવા બનાવો પણ બનતા રહે છે. આ સાથે શનિવારના રોજ યાત્રાધામ અંબાજી ખાતે કારમા અચાનક આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી. દર્શનાર્થી મા અંબાના દર્શને આવ્યા હતા.  તેઓએ ગાડી હોટલ આગળ પાર્ક કરી હતી. આ સાથે બંધ કારમાં અચાનક આગ લાગતાં સ્થાનિક લોકોએ ફાયર ફાઇટર બોલાવી આગને કાબૂમાં કરી હતી.બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા યાત્રાધામ અંબાજી ખાતે શનિવારના રોજ કારમાં આગની દુર્ઘટના ઘટી હતી. દહેગામના યાત્રિક મા અંબાના દર્શને આવેલ હોઇ પોતાની કાર ભવાની હોટલ આગળ પાર્ક કરી પોતે દર્શન કરવા મંદિરે ગયા હતા. આ સમયે બંધ બોડી ગાડીમાં આગ લાગવાથી મોટી જાનહાની થતા ટળી હતી.સુત્રોએ જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોની તકેદારીના કારણે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ફાયર ફાઈટરે ગાડીમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. બંધ કારમા આગ લાગવાથી કોઇ જાનમાલને નુકશાન પહોંચ્યું નથી. પણ ગાડીનું એન્જિન બળી ગયું હતું. દહેગામ યાત્રિકની ગાડીનો નંબર ય્ત્ન ૧૮ મ્ૐ ૨૭૯૮ સામે આવ્યો છે. આગની ઘટના દરમ્યાન ડ્રાઇવર સહિતના કારમાં હાજર ન હોવાથી મોટી જાનહાનિ થતા ટળી છે.