23, સપ્ટેમ્બર 2021
વાઘોડિયાના પાંચ દેવલા ગામના આશાસ્પદ પરિવારનો નોકરી અર્થે જવા નિકડેલ યુવાનનુ રોડપર પડેલા ખાડાના કારણે અકસ્માત ની ઘટનામા મોતને ભેટ્યો હતો.હાલોલ- રોડપર આવેલ પાંચ દેવલા ગામે રહેતા શૈલેષભાઈ શાન્તીલાલ ચાવડા ( ૩૫) રહે. પાંચ દેવલા ચાવડા ફળીયુ, તા.વાઘોડિયા જી. વડોદરાનાઓ પોતાના પિતરાઈ ભાઈ કમલેશ સિંહ સામંતસિંહ ચાવડા (૩૨) રહે.પાંચ દેવલાનાઓ સાથે બાઈક પાછળ બેસી રાતના પોણા આઠની આસપાસ ઘરેથી નાઈટ શિફ્ટમા નોકરી અર્થે ખંડીવાડા પાસે આવેલ રોયલ કુશન કંપનીમા જતા હતા ત્યારે પાંચદેવલાથી વડોદરા હાલોલ રોડ પર થોડે દુર આસોજ નજીક રોડપર પડેલ ખાડો રાત્રીના અંઘકારમા બાઈકની લાઈટના પ્રકાશે જાેઈ નહિ શકવાના કારણે બાઈકનુ વ્હિલ ખાડામા પડ્યુ હતુ.
જેથી બાઈક ચાલક કમલેશ સિંહનો સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બંન્ને રોડપર ચાલુ બાઈકે ફેંકાઈ ગયા હતાં.જેથી કમલેશને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.પરંતુ શૈલેષભાઈ ને માથા તેમજ મોંઢાના ભાગે ગંભીર ઈજાઓ થતા ખુબ પ્રમાણમા લોહિ વહિ રહ્યુ હતુ.
ઘટનાના પગલે લોકો દોડી આવતા કોઈકે ૧૦૮ ને ફોન કરી ગંભીર રિતે ઘાયલ શૈલેષભાઈને પ્રથમ જરોદ રેફરલ હોસ્પીટલમા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા એસઅસજી હોસ્પીટલ ખસેડાયા હતા.જયા માત્ર એક કલાકની ટુંકી સારવાર બાદ હોસ્પીટલના બિછાણે શૈલેષસિંહે દમ તોડ્યો હતો.આમ જુવાનજાેઘ પુત્રના મોતથી પરિવારના માથે શોકના વાદળો ફરી વડ્યા હતા.વરસાદના કારણે અનેક માર્ગોપર દોઢથી બે ફુટના ખાડાઓ પડી ગયા છે.જેમા વરસાદિ પાણી ભરાતા ખાડો જાેઈ શકાતો નથી, પરિણામે મોટી દુર્ઘટના સર્જાય છે.આવા ખાડાઓના કારણે હજુ કેટલાક લાડકવાયાઓનો ભોગ ચઢશે તેવો લોકોમા આક્રોષ ઊઠી રહ્યો છે.