વલસાડના કાપરિયામાં મહિલાના આપઘાત કેસમાં નવમાં દિવસે પોલીસ ફરિયાદ નોંધાઈ
28, ઓક્ટોબર 2020

વલસાડ

કાપરિયાના નિશાળ ફળિયા ખાતે ગત ૧૮ ઓકટોબર ના રોજ રવિવારે સાંજે ૨૦ વર્ષીય પરિણીતા ખ્યાતિ નો ફાંસી લગાવી આપઘાત કર્યા હોવાના દુઃખદ સમાચાર સાંભળતા જ ખ્યાતિ ના માતા પિતા ના પગ નીચે થી જમીન ખસી ગઈ હતી. ખ્યાતિ એ નજીવી બાબતે ખોટા પગલાં ભરી લીધા હોવાનું સમગ્ર પંથક માં વાત વહેતી થઈ હતી.પરંતુ આપઘાત બાદ ફાંસી પર લટકેલી ખ્યાતિ ની તસ્વીર આત્મ હત્યા નહિ પરંતુ હત્યા તરફ ઈશારો કરી રહીની લોકચર્ચા છે. ખ્યાતિની માતાએ નવમા દિવસે જમાઈ ઉદય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

 કાંજન રણછોડ ના ભૂતિયા ફળિયા ની અને કાપરિયા નિશાળ ફળિયા ખાતે પરણેલી ખ્યાતિ ગમે તેવી કપરી પરિસ્થિતિ માં જીવન જીવી લેવાની દ્રઢ વિશ્વાસ ધરાવતી હતી ખ્યાતિ એ આત્મ હત્યા કરી હોવાની વાત તેની માતા ગીતાબેન ને ગળે ઉતરતી નથી ખ્યાતિ ની આપઘાત બાદ ફાંસી પર લટકેલી તેની તસ્વીર જોઈ માતા ગીતા બેન નો વિશ્વાસ વધારે દ્રઢ બની ગયો છે. કારણ કે ફાંસો ખાઈ ગયેલી ખ્યાતિ ના બંને પગ ના ઘૂંટણ પેટીપલંગ પર નડેલી હાલતમાં હતા ગીતાબેને ખ્યાતિ ના મૃત્યુ નો કારણ જમાઈ ઉદય હોવાના આક્ષેપ સાથે તેમણે પોલિસ મથક માં ગુહાર લગાવી છે .૧ વર્ષ દશ મહિના ના લગ્ન જીવન દરમિયાન ખ્યાતિ તેના સાસરા માં અનેક કપરી પરિસ્થિતિ નો સામનો કરવો પડ્યો હોવાનું ગીતાબેન જણાવી રહ્યા છે લગ્ન પહેલા ઉદય દારૂ પીતો હોવાનું ખ્યાતિ ના માતાપિતા ને ખબર ન હતી. ઉદય દારૂ પી ને ખ્યાતિ ને નાની નાની વાતો માં મહેણાંટોણા મારતો હતો ખ્યાતિ પર વહેમ રાખતો, તેને એકલી પિયર કોઈ દિવસ મોકલતો ન હતો ,ખ્યાતિ ને છોકરા ન થતા હોવાના આક્ષેપ લગાવી માનસિક તેમજ શારીરિક રીતે હેરાન કરતો હતો.

મૃતક ખ્યાતીની માતાનો જમાઈ ઉદય પર આક્ષેપ 

જમાઈ ઉદય દીકરી ખ્યાતિ પર કોઈક સાથે આડા સંબંધ હોવાના વ્હેમ માં દારૂ પી ને માર ઝોડ કરતો અને એક વર્ષ અગાઉ ગળું દબાવી ને મારવાનો પ્રયાસ પણ કરી ચુકેલો જે બાબતે માતા ગીતા એ ઉદય ની બહેન નિરંજના ને જાણ પણ કરી હતી અને નિરંજના એ ઉદય ને સમજાવવાની બાંહેધરી આપી તે સમયે મામલો થાળે પડ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution