જંબુસરના અણખી ગામેથી બ્રાન્ડેડ દારૂનો જથ્થો ઝડપાયો
31, મે 2021

ભરૂચ, ભરૂચ એલ.સી.બી.એ જંબુસરના અણખી ગામની સીમમાંથી ૬ લાખનો દારૂ મળી કુલ ૧૧.૪૫ લાખના મુદ્દામાલ સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા છે.ભરૂચ પોલીસની ટીમ જંબુસર પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન બાતમી મળી હતી કે, જંબુસર તાલુકાના અણખી ગામની સીમમાં એક ટેમ્પામાં દારૂનું કટીંગ થઈ રહ્યું છે. જેના આધારે એલસીબીએ રેડ કરતા સ્થળ પરથી રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૭૫૦ મીલીની કુલ રૂા.૨,૧૧,૨૦૦ની કિંમતની ૫૨૮ બોટલો, ૧૮૦ મીલીની રૂા.૩,૪૦,૮૦૦ કિંમતની ૩૪૦૮ બોટલો, ટુરબોર્ગ પ્રીમિયમ બિયરના ૫૦૦ મીલીના રૂા.૫૨,૮૦૦ના ૫૨૮ ટીન, તથા ટેમ્પો નં. સ્ૐ-૪૩-છડ્ઢ-૦૫૦૩ અને મોબાઈલ મળી કુલ ૧૧.૪૫ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. આ તમામ મુદ્દામાલ જંબુરસના અણખી ગામના વિક્રમભાઈ ઠાકોરે મોટાપાયે મંગાવી તેના ખેતરમાં રાખી અન્ય સાગરીતોના હાથે કટીંગ કરાવી રહ્યો હતો. પોલીસે આ સ્થળેથી આમોદના ભરતભાઈ છોટુભાઈ ઠાકોર અને લાતુર-મહારાષ્ટ્રના બંકટ શંકરભાઇ નિતલેનાઓની અટકાયત કરી મુખ્ય આરોપી વિક્રમ ઠાકોર અને અન્ય બે આરોપીની શોધખોળ આરંભી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution