જામનગર, જામનગરના જામજાેધપુરમાંથી સસ્તા અનાજની દુકાનનું રાશન સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. જામજાેધપુર પોલીસ રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન કોટડા બાવીસી ગામ પાસે આવેલા એક કારખાનામાં ટ્રકમાંથી માલ ઉતરી રહ્યો હતો. તે માલની તપાસ કરતા કોઈ પુરાવા મળ્યાં ન હતા. જેથી મામલતદારને જાણ કરવામાં આવી હતી.આ મામલે મામલતદારે તપાસ હાથ ધરતા સસ્તા અનાજની દુકાનના સરકારી ચોખા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ચોખાની ૩૦૧ બોરી જપ્ત કરી હ્લઝ્રૈંના ગોડાઉન ખાતે સિઝ કરવામાં આવ્યાં છે. રૂપિયા ૫ લાખની કિંમતનો ટ્રક પણ કબ્જે કરી જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવામાં આવી હતી. જામજાેધપુરમાં સસ્તા અનાજની દુકાનનું રાશન ફ્લોરમિલ સુધી પહોંચાડવાના રેકેટની માહિતી મળતા પોલીસ ત્યાં પહોચી હતી. આ દરમિયાન એક ટ્રકમાંથી સરકારી અનાજની દુકાનનો માલ ઉતરી રહ્યો હતો. જેથી આ મામલો રેવન્યુ વિભાગને લગતો હોવાથી પોલીસે વધુ કાર્યવાહી માટે જામજાેધપુરના મામલતદારને જાણ કરી હતી. મામલતદારે તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ સસ્તા અનાજના ચોખાના ૫૦ કિલોની એક બોરી એવી ૩૦૧ બોરી મળી આવી હતી.જામજાેધપુર પોલીસે કોટડાબાવીસી નજીક એક ટ્રકમાંથી સસ્તા અનાજનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી અનાજ ઉતરી રહ્યુ હતું. ત્યારે ટ્રકચાલક સહિતની પ્રાથમિક તપાસ કરતા આ અનાજના કોઈ પુરાવા મળ્યાં ન હતા. જેથી આ મામલે મામલતદારને જાણ કરતા દુકાનના સરકારી ચોખા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.જામજાેધપુરના મામલતદાર ધર્મેશ કાછડે જણાવ્યું હતું કે, પોલીસે ટ્રકમાંથી સરકારી સસ્તા અનાજનો જથ્થો ઝડપ્યો છે. ચોખાની ૩૦૧ બોરી સહિત ટ્રક સહિતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ અંગેનો રીપોર્ટ કલેક્ટરને કરવામાં આવ્યો છે. આ અંગેની વધુ કાર્યવાહી પુરવઠા વિભાગ અને કલેકટર કચેરી દ્વારા કરવામાં આવશે.પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, આ મામલે તપાસ કરવા માટે હું રૂબરૂ સ્થળ પર જઈશ અને વિશેષ તપાસ હાથ કરીશ. તેમજ ગાંધીનગરથી પણ એક ટીમ જામજાેધપુર ખાતે આવી રહી છે અને તપાસ બાદ વિગત સામે આવશે. જામજાેધપુર તાલુકાના કોટડા પાટિયા પાસેથી ગઈકાલે રાત્રે સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ વખતે કોટડા બાવીસી ગામના પાટિયા પાસે આવેલ વ્રજ ફ્રુડ પ્રોડક્ટ્‌સ નામના કારખાનામાં એક ટ્રકમાંથી અનાજનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો.