માંડવી, માંડવી નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઐતિહાસિક પુરુષ મરાઠા સમ્રાટ શિવાજીનાં જન્મ જયંતિ નિમિતે વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું. જેમાં રેલી દત્ત મંદિર થી નીકળી સમગ્ર નગરમાં ફેરવવામાં આવી હતી. આ રેલીમાં લગભગ ૨૦૦ થી વધુ બાઇક ચાલકોએ ભાગ લીધો હતો. ત્યારબાદ સાંજની વેળાએ સુપડી વિસ્તાર ખાતે ઉદબોધન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાધ્વી સમાહિતા દીદી દ્વારા હિન્દુ સંસ્કૃતિ અને શિવાજી મહારાજની ગાથાઓ જણાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટા પ્રમાણનાં હિન્દુ ભાઈ બહેનોએ હાજરી આપી પોતાના સનાતન ધર્મ અને મર્દ મરાઠા શિવાજી મહારાજની ગાથાઓ સાંભળી ધન્યતા અનુભવી હતી. આયોજકો દ્વારા રેલીમાં ડી.જે. વગાડવાની પરવાનગી માંગતા પરવાનગી ન મળતા સંગઠનનાં સભ્યો દ્વારા ધરાણા કરાયા હતા. પરંતુ માંડવી પી.એસ.આઈ. દર્શન રાવ સરકારની ગાઈડલાઈન હોવાથી તસ થી મસ ન થઈ પરવાનગી ન આપતા. સંગઠનનાં વડીલો દ્વારા સમજાવતા ડી.જે. નો કાર્યક્રમ મોકુફ રાખી રેલી કાઢવામાં આવી હતી.