નડિયાદ : ખેડા જિલ્લામાં સમાવિષ્ટ નડિયાદ, કપડવંજ, કણજરી, કઠલાલ, ઠાસરા નગરપાલિકા તેમજ નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, ગળતેશ્વર, વસો તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓમાં તા.૨૮ના રોજ રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયંુ હતું. ખેડા જિલ્લાયમાં પાંચ નગરપાલિકાઆમાં જાેઈએ તો નડિયાદ નગર પાલિકામાં કુલ ૫૨ બેઠકો છે. ૯૬,૫૮૭ પુરુષ મતદારો અને ૯૫,૧૨૦ મહિલા મતદારો મળી કુલ ૧,૯૧,૭૦૭ મતદારો નોંધાયેલાં હતાં. જાેકે, તા.૨૮ના રોજ ૫૬,૨૫૩ પુરુષ અને ૫૦,૨૭૮ મહિલા મતદારોએ પોતાના મત્તાધિકારનો પ્રયોગ કર્યો હતો. કુલ ૧,૦૬,૫૩૧ મતદારોએ મતદાન કર્યું હતંુ.

કપડવંજ નગર પાલિકામાં કુલ ૨૮ બેઠકોમાં ૧૪,૬૭૨ પુરુષ અને ૧૩,૫૮૬ મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. અહીં ટકાવારીમાં જાેઇએ તો ૭૦.૪૨ ટકા પુરુષો અને ૬૬.૪૨ ટકા મહિલાઓ મળી કુલ ૬૮.૪૪ ટકા મતદાન નોંધાયું હતું. કણજરી નગર પાલિકામાં કુલ ૨૪ બેઠકો પર ૫,૮૬૩ પુરુષ અને ૪,૯૯૨ મહિલા મતદારોએ મતદાન કર્યું હતું.

કઠલાલ નગર પાલિકામાં કુલ ૨૪ બેઠકો પર ૬,૬૫૪ પુરુષ અને ૬,૦૬૪ મહિલાઓ મળીને કુલ ૧૨,૭૧૮ મતદારોએ મતદાન કર્યું હતું. ઠાસરા નગર પાલિકામાં કુલ ૨૪ બેઠકો પર ૪,૫૭૨ પુરુષ અને ૪,૩૭૧ મહિલાઓ સહિત કુલ ૮,૯૪૩ મતદારોએ મતદાન કર્યું હતું.

એકંદરે ખેડા જિલ્લાદની પાંચ નગરપાલિકાઓની ચૂંટણીમાં કુલ ૧૫૨ બેઠકો માટે મતદાન થયુ હતું, જેમાં ૧,૩૯,૩૦૮ પુરુષ અને ૧,૩૬,૪૧૬ મહિલા મતદારો મળી કુલ ૨,૭૫,૭૨૪ મતદારો નોંધાયેલાં હતાં. જાેકે, તા.૨૮ના રોજ ૮૮,૦૧૪ પુરુષ અને ૭૯,૨૯૧ મહિલા મળીને કુલ ૧,૬૭,૩૦૫ મતદારોએ મતાધિકારનો પ્રયોગ કર્યો હતો.