અમદાવાદ-

કોરોના વાયરસની મહામારીએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ જીવલેણ સંક્રમણને રોકવા લોકડાઉન લાગુ કરાયુ અને તબક્કામાં છુટછાટ આપી અનલોક પણ કરવામાં આવ્યુ છે. જો કે છુટછાટ આપ્યા બાદ અનલોક-5માં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી અને ચિંતાજનક ગતિએ વધી રહ્યુ છે. ત્યારે આ વર્ષે નહીં યોજાય વિશ્વપ્રસિદ્ધ રૂપાલની પલ્લી જોકે આ વર્ષે ભક્ત અને ભગવાન વચ્ચે કોરોના બન્યો વિલન, વિશ્વ પ્રસિદ્ધ રૂપાલ ગામે માતા વરદાયિનીની પલ્લીનું આયોજન નહીં થાય દર વર્ષ રૂપાલ ગામમાં આસો નવરાત્રીના નોમના દિવસે માતા વરદાયિનીની પલ્લીનું આયોજન થાય છે. જેમાં માતાની જ્યોત પર શુદ્ધનો અભિષેક થાય છે. આ પલ્લીને જોવા માટે દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો રૂપાલ ગામમાં આવે છે. જો કે આ વર્ષે કોરોના સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર દ્વારા પલ્લીનું આયોજન ન કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના પ્રકોપના લીધે રૂપાણી સરકારે રાજ્યમાં વાઇબ્રન્ટ ગરબા મહોત્સવ અને સાર્વજનિક ગરબા મહોત્સવના આયોજન પર પ્રતિબંધ મૂક્યો છે.