ભાવનગર, ભાવનગર શહેરમાં રોલિંગ મીલના સંચાલકો અને  અધિકારીઓ આમને સામને આવી ગયા છે. મંગળવારે એક કંપનીમાં તપાસ દરમિયાન અને આજે અધિકારીઓ સાથે કંપનીના સંચાલકોએ મારામારી કરી ફરજમાં રૂકાવટ કર્યાની અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. તો રોલિંગ મીલ એસોસિએસનના હોદેદારોએ પણ અધિકારીઓ સામે માર માર્યાનો અને ગેરવર્તન કર્યાનો આક્ષેપ કર્યો છે. ભાવનગર શહેરના સત્યનારાયણ રોડ પર આવેલ સીજીએસટી ઓફીસે જીએસટી અધિકારી અને રોલિંગ મિલ ધારકો વચ્ચે શાબ્દિક બોલાચાલી થતા મામલો ગરમાયો હતો જેને લઈને એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ આવી ત્રણેય શખ્સોને અટકાયત કરી હતી. જીએસટી અધિકારી મનોજકુમાર ઓઝાએ એ ડિવિઝનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે આજે અમારી ઓફીસ પર મિટિંગ શરૂ હતી તે વેળાએ રોલિંગમિલ એસોસિએશનના પ્રમુખ સહિત ૪ શખ્સો આવી ઓફિસનો દરવાજાે ખોલી અંદર પ્રવેશી જાેર જાેરથી ઉંચા અવાજે જે ગઈકાલે જે ઘટના બની એ અમારી ઓફિસમાં નથી બની, અને તમે જે અમારી વિરુદ્ધ ખોટી ફરિયાદ કરો છો તેમ કહી ઉગ્ર બોલાચાલી કરી હતી.જે અંગે આજરોજ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગોપલ રોલિંગ મિલના સંચાલકો કેતનભાઈ બુધેલીયા, અલ્પેશ તથા સંજયભાઈ વિરુદ્ધ આઈપીસી ૩૨૩, ૫૦૬(૨), ૧૮૬, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. આ બનાવ અંગે રોલિંગ મિલ એસોસિએશનના પ્રમુખ હરેશભાઇ પટેલએ જણાવ્યું હતું કે ગઈકાલે સીજીએસટી ની ટીમ સિહોર તાલુકાના ઘાંઘળી ગામે આવેલ જીઆઈડીસી સ્થિત ગોપાલ રોલિંગ મિલમાં કોઈ પણ પ્રકારના પ્રમાણિત દસ્તાવેજ કે સમન્સ વિના પહોંચી તપાસ હાથ ધરી રોલિંગ મિલના કંમ્પાઉન્ડમા પડેલ ટ્રક સહિતના મુદ્દામાલ ને કરચોરી ના નામે ડિટેક્ટ કરી કચેરીએ લઈ જવાનો હઠાગ્રહ કરતાં રોલિંગ મિલ ધારકો અને અધિકારીઓ વચ્ચે મામલો ગરમાયો હતો.જે બાબતે જીએસટી અધિકારી નો મને ફોન આવ્યો હતો કે મળવા આવજાે અને આજે અમે મળવા આવ્યા હતા, અને ગઈકાલે જે ગોપલ રોલિંગ મિલ વાળા સાથે જે તકરાર થઈ હતી તેને હું સાથે લાવ્યો હતો. હરેશ પટેલે વધુમાં કહ્યું હતું કે, અમે જ્યારે ઝ્રય્જી્‌ કચેરીમાં હતા ત્યારે ૧૫ જેટલા ઓફિસરો અમારી પર જેમતેમ બોલવા મળ્યા અને અમારી પર ખરાબ વર્તન કર્યું હતું, અમે કરોડો રૂપિયા ના ટેક્સ ભર્યે છીએ, અમે તો વાત કરવા જ ગયા હતા, ત્યારે ગોપલ રોલિંગ મિલ વાળા ત્રણેય ભાઈઓ ને બધા અધિકારીઓ મારવા મળ્યા, અને એમના ખિસ્સા અને બટન તોડી નાખ્યા હતા, અમને ઓફિસે બોલાવી ઘમકાવ્યા છે, તાત્કાલિક પોલીસ બોલાવી અમારા ત્રણેય મેમ્બરો ને પકડી ને લઈ ગઈ હતી, અમે આ અંગે એસપી ને રજુવાત કરવાના છીએ.