ગુજરાતની 11માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ મિસ ટીન ઇન્ડિયા બની
09, ઓગ્સ્ટ 2021

સુરત-

સિટી લાઇટ વિસ્તારમાં આવેલી આશીર્વાદ રેસિડેન્સીમાં રહેતી ધોરણ-11 કોમર્સમાં અભ્યાસ કરતી શ્રદ્ધા પટેલ ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં 1થી 6 ઓગસ્ટ દરમિયાન મિસ ટીન ઇન્ડિયા ફેશન શો (miss teen india)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ફોટોશૂટ રાઉન્ડ તથા કંવેન્શન આન્સરથી લઈને કુલ ચાર રાઉન્ડમાં ભાગ લીધો હતો.એમાં શ્રદ્ધા પટેલએ પ્રથમ ક્રમે આવી સુરત શહેર તથા ગુજરાત રાજ્યનું નામ આખા દેશમાં રોશન કર્યું છે. સુરત શહેરની ધોરણ-11 કોમર્સમાં અભ્યાસ કરતી શ્રદ્ધા પટેલએ ઉત્તરપ્રદેશના આગ્રા શહેરમાં આયોજિત મિસ ટિન ઇન્ડિયા ફેશનશોહમાં ભાગ લઈને પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ સાથે શ્રદ્ધા પટેલએ સુરત ગુજરાત રાજ્યના ભારત દેશમાં રોશન કર્યું છે. માત્ર 16 વર્ષની વયમાં જ શ્રદ્ધાએ મિસ ટિન ઇન્ડિયાનો ખિતાબ જીત્યો છે.

શ્રદ્ધા પટેલના પપ્પા દ્વારા એમાં કહેવામાં આવ્યુંકે શ્રદ્ધાને નાનપણથી જ મોડલિંગ ફેશનશોમાં જવાનો ખુબજ શોખ હતો.તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી તેને મોડલિંગ કરવાનો શોખ આવ્યો હતો. અમે લોકોએ શ્રદ્ધામાં એ ખૂબી જોઈકે ટીવી ચાલુ હોય અને કોઈ મોર્નિંગ શું આવે ત્યારે શ્રદ્ધા તરત મોડેલિંગ શું કરવા માગતી હતી એ જોઈને અમે શ્રદ્ધા ને પૂછ્યું હતું અને તેણે જવાબ આપ્યો હતો કે મને મોડેલિંગમાં જવું છે. અમે આ સાંભળીને સૌથી પહેલા તે ચોંકી ગયા હતા, પરંતુ અમને એ વિચાર પણ આવતો હતો કે મોડેલિંગમાં સમાજના લોકોનો વિચાર નેગેટિવ અને પોઝિટિવ બંને હોય છે. મને ખૂબ જ ખુશી છે કે હું ગુજરાતને નેશનલ લેવલ ઉપર રીપ્રેઝન્ટ કરવા માટે એની માટે હું મારા પેરેટ્સ, ફેમેલી તથા મિત્રોનું આભાર માનું છું કે, આ બધાં મને સપોર્ટ કર્યો છે. આ આયોજન આગ્રામાં કરવામાં આવ્યું હતું. આમાં કુલ 50 લોકોએ ભાગ લીધો હતો. હું જે કેટેગરીમાં હતી તેમાં મને ગણીને કુલ 29 લોકો હતા. મારી કેટેગરીમાં 14થી 18 વર્ષમાં લોકો હતા. આયોજન કરતા હોય એ ચાર રાઉન્ડ કર્યા હતા. તેમાંથી પ્રથમ રાઉન્ડ ફોટો શોટ રાઉન્ડ, બીજો ક્યુએને રાઉન્ડ, ત્રીજો ટેલેન્ટ રાઉન્ડ અને ચોથો રેમ્પ ફોર વૉક રાઉન્ડ હતું. આ પેહલા પણ મેં ઘણા ટાઇટલ એવોર્ડ જીતી છું. મને નાનપણથી જ મોડેલિંગનો શોખ હતો. પ્રોફેશનલ મોડેલિંગ છેલ્લા ત્રણ વર્ષથી ચાલુ કર્યુ છે. સુરતની ધોરણ 11માં અભ્યાસ કરતી શ્રદ્ધા પટેલએ ઉત્તરપ્રદેશના આગ્રા શહેરમાં આયોજિત મિસ ટીન ઇન્ડિયા ફેશન શોમાં  પ્રથમ ક્રમ મેળવીને સુરત તથા ગુજરાતનું નામ રોશન કર્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution