BRTS કોરિડોરમાં બેફામ દોડતી એસટી બસથી 2 વર્ષમાં કુલ 16 નાગરિક કચડાયા
08, સપ્ટેમ્બર 2020

અમદાવાદ-

બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર મુકાયેલા એએનપીઆર કેમેરાથી ઇ-ચલણ ફટકારવાની પણ શરૂઆત કરાઇ હતી. બીઆરટીએસ કોરિડોરમાં ફરતી એએમટીએસ બસને પણ તંત્રના આદેશને પગલે તબક્કાવાર હટાવી લેવાઇ હતી. જાેકે નવેમ્બર, ૨૦૧૯ની પાંજરાપોળ દુર્ઘટના બાદ પણ ખાનગી વાહનના પ્રવેશના મામલે સ્થિતિ જૈસે થે છે. ખાસ કરી એસટી બસ પ્રતિબંધ હોવા છતાં બીઆરટીએસ કોરિડોરમાં માંતેલા સાંઢની જેમ દોડી રહી છે.

બીઆરટીએસનાં આધારભૂત સૂત્રો કહે છે કે છેલ્લાં બે વર્ષમાં બીઆરટીએસ કોરિડોરમાં બેફામ દોડતી એસટી બસથી કુલ ૧૬ નાગરિક કચડાયા છે. તંત્રના એક સર્વે મુજબ બીઆરટીએસ કોરિડોરમાં ૫૦ ટકા જીવલેણ અકસ્માત એસટી બસથી થાય છે. એકસપ્રેસ હાઇવેની દુર્ઘટનામાં બીઆરટીએસ સત્તાવાળાઓ એસટી વિભાગને નોટિસ ફટકારીને ડ્રાઇવર સામે પગલાં લેવાની તાકીદ કરશે પરંતુ એસટી બસને બીઆરટીએસ કોરિડોરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં તંત્ર આ મામલે એસટી વિભાગ વિરૂદ્ધ વધુ અસરકારક પગલાં લેવામાં નિઃસહાય છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution