રાજકોટ કોરોનાના કેસો વધવાની સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફયૂ સહિતના નિયંત્રણો પણ લાદવામાં આવી રહ્યાં છે. લોકો પણ પોતાના મોટા કાર્યક્રમો, મુસાફરી સહિતના આયોજનો રદ્‌ કરી રહ્યાં છે. રાજકોટ-ભક્તિનગર સ્ટેશન પર બુક કરવામાં આવેલી ટિકિટો રદ્દ કરવામાં આવી રહી છે. જેમાં તા.૧ જાન્યુઆરીથી ૨૧ જાન્યુઆરી સુધીમાં ૩૬૦૦ ટિકિટ મુસાફરોએ રદ કરાવી છે જેનું રૂ.૨૩ લાખથી વધુનું રીફન્ડ ચુકવવામાં આવ્યું છે. જ્યારે કે, જામનગર રેલવે સ્ટેશને ૨૦ દિવસમાં ૭૦૯ યાત્રિકોએ ટિકિટ કેન્સલ કરાવી છે. જેને રેલવે દ્વારા ૯,૩૮,૧૩૦નું રિફંડ ચૂકવ્યું છે. આ ઉપરાંત રાજકોટ ડીવીઝનમાંથી કુલ ચાર કરોડથી વધુનું રીફન્ડ આપવામાં આવ્યું છે.કોરોનાના કેસ વધતા તંત્ર પણ એલર્ટ થઇ ચૂકયું છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, એરપોર્ટ સહિતના સ્થળોએ પણ કોરોના ટેસ્ટીંગ શરુ કરાયા છે. ત્યારે રાજકોટ રેલવે ડિવિઝનમાં ૧૮ દિવસમાં ૫૫,૯૧૮ મુસાફરોએ ટિકિટ કેન્સલ કરાવી છે. આ મુસાફરોને રાજકોટ રેલવે ડિવિઝને ૩.૮૫ કરોડનું રિફંડ ચૂકવયું છે. ઉલ્લેખનિય છે કે, સામાન્ય સંજાેગોમાં મે મહિનામાં વિદ્યાર્થીઓને શાળામાં વેકેશન હોય છે. આથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકો બહારગામ હરવા-ફરવા તથા યાત્રા માટે જતાં હોય છે. રેલવેમાં મુસાફરો ૧૨૦ દિવસ અગાઉ ટ્રેનની ટિકિટ બુક કરી શકે છે.સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરના કારણે કેસ મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. કોરોના સંક્રમણ વધવાની સાથે ગુજરાત સરકાર દ્વારા રાજકોટ, જામનગર સહિત ૮ મહાનગરો તેમજ ૧૭ શહેરોમાં રાત્રી કર્ફયૂ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ લગ્ન સીઝન શરૂ થતા લગ્ન સમારોહમાં પણ ૧૫૦ લોકોની જ મર્યાદામાં છૂટ આપવામાં આવી છે. જેના પગલે લોકોએ પોતાના અનેક મોટા કાર્યક્રમો, મુસાફરી સહિતના આયોજનો મુલત્વી રાખવા પડયા છે.આથી યાત્રિકો ૧૨૦ દિવસ પૂર્વે જ ટિકિટ બુક કરાવી લેતાં હોય છે. નવેમ્બર-ડિસેમ્બર માસમાં કેસ સાવ નહિંવત હોવાને કારણે લોકોએ ટ્રેનમાં એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું.