ભરૂચ

ભરૂચ જિલ્લામાં ગામડાના રોડ હોય કે હાઇવે ઓવરલોડેડ ટ્રક, ડમ્પર સહિતના વાહનો ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ હોય તેવા અસંખ્ય કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે હજુપણ બેફામ બની લોકોના જીવની પરવાહ કર્યા વગર ઓવરલોડેડ વાહનો ફરતાં હોય છે. રેતી, માટી, ખનીજ ભરીને અસંખ્ય ટ્રકો હાઈવા ભરૂચ તેમજ અન્ય જિલ્લાના વાહનો ઝઘડિયા તાલુકામાં ચાલતી લિઝો પરથી રોડ ઉપર ખુલ્લેઆમ ફરે છે. ત્યારે હાલ શેરડીની ટ્રકો પણ કટિંગ થયેલ શેરડી ભરીને સુગર ફેકટરી તરફ મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતી હોય છે. માલ વહન કરવાની ક્ષમતાથી વધુ શેરડી ભરીને ટ્રકો પસાર થતી હોય તેવા ઉદાહરણો અસંખ્ય જાેવા મળ્યા છે. જેમાં મંગળવારે ઝગડીયાના માર્ગ ઉપર એક ઓવરલોડેડ શેરડી ભરેલી ટ્રકની એક એક્સેલ તૂટી જતા ટ્રક એક તરફ ઝૂકી ગઈ હતી. જેના કારણે ટ્રક એક તરફ પલટી મારી ગઈ હતી. ઘટના સ્થળે ઉભેલા લોકોએ ટ્રક પલટી જવાની ઘટના પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો. સ્થળ ટ્રકે પલટી મારી હોવાનો એક વિડીયો સોસિયલ મીડિયા ઉપર વાઇરલ થયો હતો. જાેકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.