રાજપીપળા : કેવડિયા ટેન્સિટી ૨ ખાતે ૮૦ મી ઓલ ઇન્ડિયા પ્રીસાઈન્ડીંગ ઓફિસરની કોન્ફ્રન્સની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ૧૦૦ વર્ષમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં લોકસભા, રાજ્યસભા અને વિધાન સભાઓના અધ્યક્ષો સાથે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને ઁસ્ વર્ચ્યુઅલ સ્પીચથી પણ કોન્ફરન્સમાં હાજરી આપશે.ત્યારે વિવિધ વિધાનસભાના અધ્યક્ષો, ઉપાધ્યક્ષો, સચિવો ટેન્ટ સીટી ખાતે આવ્યા હતા.ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ મોડી રાત્રે કેવડિયા ખાતે આગમન થશે. 

આજથી ત્રણ દિવસ સુધી કેવડિયામાં દેશના રક્ષણ અને સુરક્ષા સામાજિક-આર્થિક વિકાસને લઈ જરૂરી ચર્ચાઓ કરવામાં આવશે.ખાસ કરીને લોકસભા રાજ્યસભા અને વિધાનસભાના અધ્યક્ષ ઉપસ્થિત રહેશે એક્ઝિક્યુટિવ લેજિસ્લેટિવ અને જ્યુડિશિયલી ત્રણેનો સમન્વય સારી રીતે થઈ શકે એક બીજાના વિભાગમાં દાખલ પણ ન થાય અને બંધારણમાં રહીને કામ થાય તે માટે રાષ્ટ્રપતિની હાજરીમાં જરૂરી ચર્ચા કરાશે.આ કાર્યક્રમને લઇને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે વિવિધ ૩૭ જેટલી ટીમો બનાવી તમામ મહેમાનોને સુરક્ષા સાથે લાઇઝન અધિકારીઓની પણ નિમણૂક કરી દેવામાં આવી છે.જે અધિકારીઓની સાથે રહેતા તમામ બાબતોનું ધ્યાન રાખશે બાકી તમામ સુવિધાઓ પ્રવાસન વિભાગ દ્વારા ટેન્ટ સિટી ૨ ખાતે કરવામાં આવી છે.

લોકસભાના જનરલ સેક્રેટરી સ્નેહલતા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ કોન્ફરન્સમાં ભારતભરના તમામ લોકસભા અને રાજ્યસભાના સ્પીકરની સાથે સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ અને ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ખાસ ઉપસ્થતિ રહેશે.કેવડિયા ખાતે આવેલ ટેન્ટ સિટી-૨ ખાતે ૮૦ મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોની પરિષદ યોજાવવાની છે.કોરોનાને લઈને કોન્ફરન્સ હોલમાં બે ગજનું અંતર રાખી બેઠક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.આજથી મુખ્ય મહેમાનોનું આગમન થશે, નર્મદા ટેન્સિટી-૨ ખાતે યોજાનાર ૮૦ મી પ્રિસાઇડીંગ ઓફિસરની બેઠકને ઐતિહાસિક બેઠક પણ કહી શકાય.ઐતિહાસિક બેઠક એટલા માટે કે ઓલ ઇન્ડિયા પીઠાસીન અધીકારી સંમેલનનું આ શતાબ્દી વર્ષ છે.અને આ સંવિધાન દિવસની ઉજવણી પણ ૨૬ નવેમ્બરના રોજ કરવામાં આવશે, જયારે ખાસ ૨૬ નવેમ્બરના રોજ સવારે વર્ચ્યુઅલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં ઉપસ્તિથ રહેતા પેહલા મુખ્ય મહેમાનો સરદાર પટેલની પ્રતિમા પાસે સંવિધાનના મુખ્ય અંશ વાંચશે અને તે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રીડિંગ કરશે સંવિધાનના પ્રિયામબલનેરી અફૉર્મ કરશે.

લોકસભા સ્પીકર ઓમ બિરલાનું “સી” પ્લેનમાં કેવડિયા આગમન

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડીયા ટેન્ટ સિટી ૨ માં ૨૫ અને ૨૬ નવેમ્બરે દેશની ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સ યોજાશે જેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.૨૪ મી થી ફફૈંઁ નું આગમન શરૂ થયું છે.ત્યારે લોકસભા સ્પીકર ઓમ બિરલા સાંજે અમદાવાદથી “સી” પ્લેનમાં કેવડિયા પોહોંચ્યાં હતા.તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો “સી’ પ્લેન માંથી શુટ કરેલો વિડિઓ ટ્‌વીટ કર્યો હતો.એમણે જણાવ્યું હતું કે “ગરવી ગુજરાતની ધરતી ઉપર આવીને ગર્વ થાય છે”.