ઉત્તર પ્રદેશમાં રાજા મહેન્દ્ર સિંહના નામે યુનિવર્સિટી બનશે
08, સપ્ટેમ્બર 2021

દિલ્હી-

યોગી સરકારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના જવાબમાં જાટ રાજાના નામે રાજ્ય સ્તરીય યુનિવર્સિટી બનાવવાનો ર્નિણય લીધો છે. પ્રદેશ સરકારે ૨૦૧૯માં રાજા મહેન્દ્ર પ્રતાપના નામે અલીગઢમાં એક નવી યુનિવર્સિટી સ્થાપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ યુનિવર્સિટી નિર્માણની જાહેરાત કરી હતી અને ૧૪ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી તેનો પાયો નાખશે.

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે જાટ રાજા મહેન્દ્ર સિંહના નામે એક નવી યુનિવર્સિટી બનાવી રહી છે. જાટ રાજાના પૌત્ર રાજા ચરત પ્રતાપ સિંહના કહેવા પ્રમાણે ભલે મોડું પરંતુ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહને ઓળખ અપાવવાનું આ પહેલું સ્ટેપ છે. ઈતિહાસના પાનાઓમાં દબાયેલી તેમની સ્મૃતિને આખો દેશ ભૂલી ગયો હતો જે રાજાએ અફઘાનિસ્તાનમાં ભારતની પહેલી વચગાળાની સરકાર બનાવી હતી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પહેલા ગ્રેજ્યુએટને યુનિવર્સિટી પણ ભૂલી ગઈ હતી, એ રાજાની જમીન પર જ તે યુનિવર્સિટી ઉભી છે. રાજા ચરત પ્રતાપ સિંહે જણાવ્યું કે, 'મારા માનવા પ્રમાણે ભલે મોડેથી લેવાયો પરંતુ હાલ જે ર્નિણય લેવાયો કે, જાટ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે યુનિવર્સિટી બનાવવામાં આવશે તેનું હું સ્વાગત કરૂ છું. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહને ઓળખ અપાવવાનું હાલ પૂરતું આ પહેલું સ્ટેપ છે.' પૌત્રએ જણાવ્યું કે, તેમણે પોતાના જીવન દરમિયાન અનેક સારા સામાજીક કામો કર્યા હતા. શિક્ષણ ક્ષેત્રે ઘણું કામ કર્યું છે. તેમણે શિક્ષણ માટે પોતાનું પૈતૃક નિવાસ પણ દાનમાં આપી દીધું હતું. તે જ જગ્યા ૧૯૦૯માં એશિયાની પહેલી પોલિટેક્નિક બની. તેમણે અફઘાનિસ્તાન જઈને ૧૯૧૫માં ભારતની પહેલી વચગાળાની સરકાર બનાવી હતી જેને ૨૫ દેશોએ પોતાની માન્યતા પણ આપી હતી. રાજા ચરત પ્રતાપ સિંહે જણાવ્યું કે, 'મારા માનવા પ્રમાણે આવા વ્યક્તિને ભૂલી જવામાં આવ્યા તે એક ભૂલ થઈ ગઈ. હવે જાે યોગી આદિત્યનાથે આ અંગે પગલું ભર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલીગઢ આવીને યુનિવર્સિટીની આધારશિલા રાખી રહ્યા છે તો હું એમ માનું છું કે, તેમને ઓળખ અપાવવા માટેનું એક બહું મોટું પગલું છે. ભારત સરકારનું આ મહત્વનું પગલું છે કે તેમણે એક સ્વાતંત્ર્ય સેનાનીના પ્રયત્નોને રિકોગ્નાઈઝ કર્યા.' એએમયુના નિર્માણ માટે જમીન દાન આપવા અને ત્યાંના કનેક્શન અંગે પૌત્ર ચરત પ્રતાપે જણાવ્યું કે, 'તેમનું જે વિદ્યાર્થી જીવન છે અને જ્યાં સુધી શાળા અને કોલેજ સ્તરે અભ્યાસની વાત છે તો તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી જ અભ્યાસ કર્યો. તેઓ ત્યાંના પહેલા ગ્રેજ્યુએટ બન્યા. જ્યાં સુધી જમીનની વાત છે તો ઘણાં રાજાઓ અને જમીનદારોએ આપેલી જમીન પર યુનિવર્સિટી બની છે અને અમારા પરિવારનું ખૂબ યોગદાન રહ્યું છે અને કેટલીક જમીન દાનમાં અપાઈ છે, કેટલીક ખરીદવામાં આવી છે. કેટલીક જમીનો લીઝ પર ચાલી રહી છે. અમારા દાદાજીનું સીધું કનેક્શન છે અને જે કેમ્પસ છે તેમાં અમારી જમીન છે.' એએમયુમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહને સન્માન ન અપાયું તે મુદ્દે પૌત્રએ જણાવ્યું કે, તેઓ એએમયુના પૂર્વ વિદ્યાર્થી રહી ચુક્યા છે અને ખૂબ ચર્ચિત વિદ્યાર્થી હતા. હવે આ સવાલ એએમયુને પુછાવો જાેઈએ કે તેઓ પોતાના પૂર્વ વિદ્યાર્થી સાથે કયા પ્રકારનું સન્માન કરે છે. પરંતુ મારૂં અંગતપણે માનવું છે કે, તેમને સન્માન મળવું જાેઈતું હતું. જાટ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહે જ અલીગઢમાં યુનિવર્સિટી ખોલવા માટે પોતાની જમીન દાન આપી હતી પરંતુ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કોઈ જ ખૂણામાં તેમનું નામ અંકિત નથી. આ કારણે જ એએમયુનું નામ બદલવા માટે ઘણી માગણીઓ થઈ રહી છે. જાેકે હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેની જગ્યાએ તેમના નામે અલગથી યુનિવર્સિટી બનાવવા જઈ રહ્યા છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution